હળવદમાં ધામધૂમથી ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી

- text


શોભાયત્રામાં ઢોલ નગારાં અને ડીજેના તાલે શ્રી રામ ભક્તો ઝુમી ઉઠ્યા : અનુસૂચિત જાતિ સમાજની બાળાઓ દ્વારા મહાઆરતી કરાઈ

મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રેરિત શ્રી રામોત્સાવ સમિતિ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મોત્સવ પ્રસંગે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે આ શોભાયત્રામાં ઢોલ નગારાં અને ડીજેના તાલે શ્રી રામ ભક્તો ઝુમી ઉઠ્યા હતા અને હળવદના દરેક વિસ્તારના લોકો ભક્તિ ભાવ પૂર્વક રથયાત્રામાં જોડાયા હતા. અને ધન્યતાની લાગણી અનુભવી હતી અને હળવદની બજારો જય જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠી હતી અને હળવદની અંદર કેસરિયો માહોલ સર્જાયો હતો.

ભગવાન શ્રી રામે શબરી માતાના બોર ખાઈ અને તે યુગમાં સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે રથયાત્રા ના સમાપન સમયે અનુસૂચિત જાતિ સમાજની બાળાઓ દ્વારા મહા આરતી કરવામાં આવી હતી આ રથયાત્રામાં હળવદના અગ્રગણ્ય સંતો મહંતોએ હાજર રહી સૌને આશીર્વાદ પાઠવ્યા હતા અને હળવદના સમાજિક રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ સહિત હળવદના તમામ સમાજના આગેવાનો જોડાયા હતા.ત્યારે ટૂંકા સમય માં પણ ભવ્યાતિભવ્ય શ્રી રામ રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી રામોત્સવ સમિતિ આ ભગીરથ કાર્ય માં સહયોગી તમામનો જાહેર આભાર માને છે

આ કાર્યક્રમ ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રેરિત શ્રી રામોત્સવ સમિતિના સર્વે કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text