મોરબીના ઉંચી માંડલ ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


મોરબી :મોરબીના ઉંચી માંડલ ગામે એચ.એલ. સોમાણી ફાઊન્ડેશન અને હેલ્પએજ ઈન્ડિયા મોરબી દ્વારા સિવિલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહથી બ્લડ ડોનેશન કર્યું હતું.

એચ.એલ. સોમાણી ફાઊન્ડેશન અને હેલ્પએજ ઈન્ડિયા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોનો સારો સહકાર મળતા 40 બોટલ રક્ત એકત્ર થયું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકોર્ડ સિરામીકના માલીક નરભેરામભાઈ સરડવા, મેગા સિટીના માલીક પ્રકાશભાઈ કાનેટીવા, ઉંચી માંડલ ગામના સરપંચ રવિરાજસિંહ પરમાર, ઉંચી માંડલ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ધનજીભાઈ કુંડારીયા દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

- text

આ તકે શાળાના શિક્ષિકા પ્રજ્ઞાબેન, 108 ટીમના હનીફભાઈ, હેલ્પએજ ઈન્ડિયાના સ્ટાફ અને ગામના સરપંચ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. બ્લડ ડોનેટ કરવા માટે આવનાર માટે ચા-નાસ્તો અને બિસ્કિટ અને પૌવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ડોનરોને સિવિલ બ્લડ બેંક તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું.

- text