અલોહા એકેડમીને બેસ્ટ ઇમર્જીંગ સેન્ટરનો ખિતાબ, સેન્ટરના અધધધ 30 છાત્રોને મળ્યા એવોર્ડ

 

રાજ્ય કક્ષાની માનસિક અંકગણિત સ્પર્ધામાં મોરબીના અલોહા સેન્ટરનો ડંકો : 12 છાત્રોએ ફર્સ્ટ, 9 છાત્રોએ સેકન્ડ અને 9 છાત્રોએ થર્ડ નંબર મેળવી વિજેતા બન્યા

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અમદાવાદ ખાતે સાયન્સ સીટીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી રાજ્ય કક્ષાની માનસિક અંકગણિત સ્પર્ધામાં મોરબીની અલોહા ડ્રોપ ઓફ ચેન્જ એકેડમીના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા કુલ 30 એવોર્ડ પ્રાપ્ત કરતા આ સેન્ટરને બેસ્ટ ઇમર્જીંગ સેન્ટરનો ખિતાબ પ્રાપ્ત થયો છે.

આ એવોર્ડ મેળવનાર વિદ્યાર્થીઓમાં ફર્સ્ટ વિનરના સ્થાન પર 12 વિદ્યાર્થીઓ, ફર્સ્ટ રનર અપના સ્થાન પર 9 વિદ્યાર્થીઓ તેમજ સેકન્ડ રનર અપના સ્થાન પર 9 વિદ્યાર્થીઓએ એવોર્ડ મેળવી રાજ્ય સ્તરે અલોહા એકેડમી તથા મોરબીનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધા માટે રાજ્યભરના વિદ્યાર્થીઓ બે મહિનાની તૈયારી કરી રહ્યા હતા. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ માત્ર સાત મિનિટમાં 70 થી 120 જેટલા અઘરા દાખલાઓ કરવાના હતા.

અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલી રાજ્ય કક્ષાની અંક ગણિત સ્પર્ધામાં મોરબીની આલોહા ડ્રોપ ઓફ ચેન્જ એકેડમીમાંથી લેવલ 1 શ્રેણીમાં નિત્યા ઘોડાસરા, રીશ્વા ભાલોડીયા, હર્ષ અમૃતિયા, નૈતિક પટેલ, ધ્યેય ભીમાણી, દેવ જીવાણી તથા લેવલ 2માં મયાન લોરીયા, માહી પરેચા તથા લેવલ 3માં પૂર્વા બરાસરા, આયુષ રૈયાણી, લેવલ 4માં ભૂમિ ધ્યાતર તેમજ લેવલ 5માં કથન વડાલીયા વિજેતા થયા હતા.

આ સ્પર્ધાના અન્ય વિજેતાઓમાં ફર્સ્ટ રનર અપના લેવલ-1માં કશિશ શેઠ, જયવલ જોશી, હેરીન બાવરવા, શ્લોક સાંજા, માલવ મહેશ્વરી તથા લેવલ 2 માં અભય થુલ્લુરી, વેનકટા થુલ્લુરી, લેવલ 3માં નીરવા ભાલોડીયા તેમજ સેકન્ડ રનર અપના લેવલ-1માં પવિત્ર થોરિયા, હીર ભીમાણી હિત સવસાણી, આરુષ અઘારા, ઓમ સાંજા, રિયા જીવાણી, જીયા અઘારા તથા લેવલ 3માં ક્રિસ કાસુન્દ્રા તેમજ લેવલ 5માં હેન્સી ચૌહાણ વિજેતા થયા હતા.

ઉલ્લેખનીય છે કે મોરબીના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓના સંતાનો આ એકેડમીમાં જ્ઞાન મેળવી રહ્યા છે. તેઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન તેમના પરિવાર અને એકેડમીની પ્રતિષ્ઠાને ચમકદાર બનાવી રહ્યું છે.


આપના ચાઈલ્ડને ઇંગ્લિશમાં ચેમ્પિયન બનાવો

  • English

શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકને ઈંગ્લિશનું બેઝીક નોલેજ હોય જ છે, પરંતુ જો બાળકને ઈંગ્લિશમાં ચેમ્પીયન કક્ષાની તાલિમ મળે તો આવનાર કોમ્પિટીશનના યુગમાં કે જ્યાં ઈંગ્લિશ લેંગ્વેજ પરનો કમાન્ડ જ પ્રાથમિક લાયકાતત ગણાવવાનો છે, ત્યાં ચાઈલ્ડ ચોકકસ પણે અન્યથી આગળ રહી એજ્યુકેશન, સર્વિસ કે બિઝનેશમાં ટોપ પર રહી શકે છે.અત્યંત સાયન્ટીફીક રીતે તૈયાર થયેલ અલોહા ઈંગ્લિશ સ્માર્ટનો કોર્સ ચાઈલ્ડને ઈંગ્લિશ સબજેકટ તરીકે નહીં પણ લેંગ્વેજ તરીકેની તાલિમ આપે છે, જેથી બાળક ઈંગ્લિશમાં ચેમ્પીયન બની પરફેકશન મેળવી શકે.

  • Situation Smart

રોજબરોજની સામાન્ય સિચુએશન્સમાં ચાઈલ્ડ એકદમ સહજ રીતે કમ્યુનિકેટ કરી શકે છે.

  • Word Smart

બાળક સ્વતંત્રપણે વિચારો અને લાગણીઓ ઝડપથી, વગર અટક્યે વ્યકત કરતું થાય છે.

  • Speech Smart

રોજ બાળકને અસરકારક રીતે અને ચોકસાઈપૂર્વક લખવાનું શિખવાડાય છે, જેથી જરૂરી રાઈટીંગ સ્કીલ ડેવલપ થાય છે.

  • Creative Smart

રોજ ચાઈલ્ડ ઇંગ્લિશ વિચારો ગ્રહણ કરી તેમા લેખીત અને મૌખિક પ્રત્યુત્તર આપતું થાય છે.


BRAINY શું છે?

આપણે બધા જાણીએ છીએ કે આપણી પાસે પાંચ ઇન્દ્રિયો છે. આપણે ચામડીની મદદથી અનુભવીએ છીએ, જીભની મદદથી સ્વાદ, નાકની મદદથી નાનું, આંખની મદદથી જોઈએ છીએ અને કાનની મદદથી સાંભળીએ છીએ. આ પાંચેય ઇન્દ્રિયોની મદદથી આપણે આપણું બધું કામ કરી શકીએ છીએ અને આ ઇન્દ્રિયોના કાર્યો આપણા મગજના ચોક્કસ ભાગ દ્વારા નિયંત્રિત થાય છે, જો મગજનો તે ભાગ જે ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે તેને શક્તિશાળી બનાવવામાં આવે તો આ પાંચેય ઇન્દ્રિયો ઉન્નત કરી શકાય છે અને આંખો બંધ રાખીને આશ્ચર્યજનક પરિણામો મેળવી શકાય છે.

તે માનવું મુશ્કેલ હશે પરંતુ તે સાચું અને 100% વૈજ્ઞાનિક છે. કલ્પના કરો, તમારા પડોશમાં એક સામાન્ય બાળક રહે છે. ધારો કે તેના મગજને થોડા દિવસો માટે વૈજ્ઞાનિક રીતે પ્રશિક્ષિત કરવામાં આવ્યું છે અને તેની આંખોની આસપાસ કાળી પટ્ટી બાંધીને તમારી સામે લાવવામાં આવે છે, તેની ખાતરી કરવા માટે કે તે તેની આસપાસ કંઈપણ જોઈ શકતો નથી. આ શરત હેઠળ, શું તમને લાગે છે કે તે નીચેના કાર્યો કરવા સક્ષમ હશે?

Brainy એ બ્રેઈન ચાઈલ્ડ લર્નિંગનો વિભાગ એ મલેશિયન આધારિત કંપની છે, જેણે તેના ફ્લેગશિપ પ્રોગ્રામ brainy સેન્સરી એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ I માટે સમાન નામો મેળવ્યા છે જેમાં સારી રીતે સંશોધન કરેલ ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે, એક નક્કર અભ્યાસક્રમ ધરાવે છે, જેમાં આઠ સ્તરોનો સમાવેશ થાય છે અને તે આંતરરાષ્ટ્રીય અનુભવ પર ખીલે છે

Brainy ના દરેક સ્તરમાં બે દિવસની વર્કશોપ હોય છે અને બાદમાં સાપ્તાહિક ફોલો-અપ્સ સાત અઠવાડિયા માટે સુનિશ્ચિત કરવામાં આવે છે. દરેક વર્કશોપ પછી પેરેન્ટ્સ ઓરિએન્ટેશન છે.

શું તે કાર્ડનો રંગ અને તેના પર લખેલા નંબર અને તેના આકારનું વર્ણન કરી શકશે, જો તે તેની સામે દસ ફૂટ દૂરથી ઊભું કરવામાં આવશે?

શું તે માત્ર મગજની શક્તિની મદદથી સિક્કો ખસેડી શકશે, તેની સામે ટેબલ પર મૂકી શકશે?

ભારતમાં એક્સપ્લોર નોલેજ રિસોર્સિસ એલએલપી દ્વારા બ્રેઈન ચાઈલ્ડ લીમિંગનો એક વિભાગ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં 350 થી વધુ ફ્રેન્ચાઈઝી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા 1,50,000 થી વધુ છે! તેઓ 2004 થી બાળકોના મગજ વિકાસ શિક્ષણમાં છે.


અલોહા ડ્રોપ ઓફ ચેન્જ એકેડમી
બોમ્બે માર્કેટ કોમ્પ્લેક્ષ , બીજો માળ, નીલકંઠ સ્કૂલ પાસે, બાપા સિતારામ ચોક, રવાપર રોડ, મોરબી
મો.નં.9023993209