મોરબી એરસ્ટ્રીપનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો 

- text


રાજ્યમાં હવાઈ પટ્ટી વિકસાવવા અંગના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાના પ્રશ્નનો જવાબ આપતી સરકાર 

મોરબી : સિરામીક સીટી મોરબી સહિતના રાજ્યના જુદા-જુદા સ્થળોએ હવાઇપટ્ટી એટલે કે એરસ્ટ્રીપ વિકસાવવા અંગેના પ્રોજેક્ટ મામલે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતા રાજ્યના નાગરીક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપુતે મોરબી એરસ્ટ્રીપની કમ્પાઉન્ડ વોલ બાંધવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું તેમજ માંડવી એરસ્‍ટ્રીપનું કાર્ય પુર્ણ થયેલ હોવાનું જણાવ્યું હતું.

- text

રાજય સરકાર દ્વારા એરસ્‍ટ્રીય વિકસાવવા અંગે કોંગ્રેસના ડો. સી.જે. ચાવડાએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતા રાજ્યના નાગરીક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્‍યું હતું કે, અંબાજી, દ્વારા, મોરબી, દહેજ, પાલિતાણા, ધોળાવીર, રાજકોટ, અંકલેશ્વર, પરસોલ, રાજપીપળા, માંડવી, વણોદ (બેચરાજી) અને બગોદરા ખાતે રાજય સરકાર એરસ્‍ટ્રીપ વિકસાવવાનું આયોજન હતું તે પૈકી માંડવી એરસ્‍ટ્રીપનું કાર્ય પુર્ણ થયેલ છે અને મોરબી કમ્‍પાઉન્‍ડ વોલ બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું અને તમામ એરસ્‍ટ્રીપ પાછળ કુલ રૂ. ૯૩,૭૩,૯૩૧ નો ખર્ચ કરવામાં આવેલ હોવાનો ઉત્તર આપ્યો હતો.

- text