અવિશ્વાસના પ્રસ્તાવ સમયે કેમ તારા બાપા કેમ હાજર ન રહ્યા કહી યુવાન ઉપર હુમલો 

- text


હળવદ તાલુકાના રાણેકપર ગામના ગ્રામપંચાયતના સદસ્યના પુત્ર ઉપર બે શખ્સોએ હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા 

હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગ્રામ પંચાયતના સદસ્ય અવિશ્વાસના પ્રસ્તાવના મતદાન સમયે હાજર ન રહેતા બે શખ્સોએ ગ્રામ પંચાયતના સદસ્યના પુત્રને ટેલિફોનિક ધમકી આપ્યા બાદ રૂબરૂ મળી ઝાપટો ઝીકી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા હળવદ પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા રાણેકપર ગામે રહેતા વિક્ર્મભાઇ રણછોડભાઇ રાજપરાના પિતા રાણેકપર ગ્રામપંચાયતના સદસ્ય હોય તાજેતરમાં ગ્રામપંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી જેમાં અવિશ્વાસના પ્રસ્તાવના મતદાનમાં વિક્રમભાઈના પિતા રણછોડભાઈ હાજર ન રહેતા આરોપી નવઘણભાઇ ગણેશભાઇ ઉડેચા અને રાજુભાઇ નવઘણભાઇ ઉડેચા, રહે બન્ને રાણેકપર ગામ વાળા ઉશ્કેરાયા હતા અને વિક્રમભાઈને ફોન કરી મનપડે તેમ ગાળો આપી હતી.

- text

વધુમાં બન્ને આરોપીઓએ બાદમાં ગત તારીખ 11ના સાંજના સમયે વિક્ર્મભાઇ રણછોડભાઇ રાજપરાને ગાળો આપી,કાંઠલો પકડી ગાલ ઉપર બે ઝાપટ મારી હતી અને લોખડ નો પાઇપ લઈ વિક્રમભાઈને જાતી પ્રત્યે જાહેરમાં અપમાનીત કર્યા હતા. બનાવ અંગે વિક્રમભાઈએ નવઘણભાઇ ગણેશભાઇ ઉડેચા અને રાજુભાઇ નવઘણભાઇ ઉડેચા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૨૯૪(ખ),૫૦૪,૫૦૭,૧૧૪ તથા એટ્રોસીટી એકટ ની કલમ ૩(૧)(આર)(એસ),૩(૨)(૫-એ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text