મોરબીના રંગપર ગામે જુગાર રમતા ચાર પકડાયા

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી પેન્ટાગોન સીરામિક નજીકથી ઉત્તરપ્રદેશના કુલદીપ સુરજનસિંહ ચૌહાણ, મધ્યપ્રદેશના સંજીવસિંહ દશરથસિંહ રાજાવત, ઇસલમુદીન એજાજએહમદ અન્સારી અને રાજસ્થાનના શિવસિંહ રતીરામ ગૌતમને તિનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 23,400 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text