માથક ગામનો પિન્ટુ અલ્ટો કારમાં દારૂની ખેપ મારતા ઝડપાયો

- text


એલસીબી ટીમે રહેણાંકમાંથી પણ 32 બોટલ દારૂ કબ્જે કર્યો

મોરબી : મોરબી એલસીબી પોલીસ ટીમે બાતમીને આધારે મહેન્દ્રનગર આઈટીઆઈ નજીકથી માથક ગામના પિન્ટુને અલ્ટો કારમા વિદેશી દારૂની 20 બોટલ સાથે ઝડપી લઈ માથક ગામે તેના રહેણાકમાં દરોડો પાડી વધુ 32 બોટલ કબ્જે કરી બે અલગ અલગ ગુન્હા દાખલ કરાવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર આઈટીઆઈ નજીકથી હળવદ તાલુકાના માથક ગામના રહેવાસી પિન્ટુ અશોકભાઈ બોરાણીયાને અલ્ટો કારમાં વિદેશી દારૂની હેરફેર કરતા રંગે હાથ ઝડપી લઈ રૂપિયા 8440ની કિંમતની 20 બોટલ દારૂ તેમજ 2 લાખની કિંમતની અલ્ટો કાર સહિત 2,08,840નો મુદ્દામાલ કબ્જે કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધાવ્યો હતો.

- text

બીજી તરફ આરોપી પિન્ટુ અશોકભાઈ બોરાણીયાએ પોતાના ઘેર પણ વિદેશી દારૂ છુપાવ્યો હોવાની શંકાના આધારે એલસીબી પોલીસની બીજી ટીમે માથક ગામે આરોપી પિન્ટુના રહેણાંકમા દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 32 બોટલ કિંમત રૂપિયા 11,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી પિન્ટુને આ કેસમાં ફરાર દર્શાવી હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text