હળવદના મેરૂપરમા અફીણના ડોડવા સાથે આધેડ ઝડપાયા

- text


એસઓજી ટીમે 7 કિલો 660 ગ્રામ ડોડા કબ્જે કરી અન્ય આરોપીનું નામ પણ ખોલાવ્યું

હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા દરોડો પાડી એક આધેડને 7 કિલો 660 ગ્રામ અફીણના ડોડવા સાથે ઝડપી લઈ અન્ય એક આરોપીનું નામ પણ ખોલાવ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમે બાતમીને આધારે મેરૂપર ગામની સીમમાં આવેલ છગનભાઇ અમરશીભાઈ પરમારના ડેલામાંથી આરોપી ભુપતભાઇ ઉર્ફે મંગલભાઈ અમરશીભાઈ પરમાર ઉ.54 રહે.મેરૂપર વાળાને 7 કિલો 660 ગ્રામ પોશ ડોડા એટલે કે અફીણના ડોડવા કિંમત રૂપિયા 22,980 તેમજ મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂપિયા 5000 મળી 27,980ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આ નશાના કારોબારમાં ખુમાનભાઈ રજપૂત રહે.પાંડાતિરથ વાળાનું નામ પણ ખોલાવી બન્ને વિરુદ્ધ એનડીપીએસ એકટ અન્વયે હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવી કાર્યવાહી કરી હતી.

- text