સિરામિક ફેકટરીમાં પતરું માથે પડતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના ટિંબડી પાટિયા નજીક આવેલ ઓસીસ વિટ્રીફાઇડ નામના કારખાનામાં કામ કરતા અજયભાઈ અશોકભાઈ દંતેસરિયા ઉ.30, રહે.ત્રાજપર નામના યુવાન પતરું લઈને જતા હતા ત્યારે ઉપરથી પતરું માથા ઉપર પડતા ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text