મોરબીના મહેન્દ્રનગરમા જુગાર રમતા પાંચ પકડાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે મહેન્દ્રનગર વિસ્તારમાં ઉમા વિલેજ પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા દેવરાજભાઇ દામજીભાઇ વિલપરા, હરીભાઇ છગનભાઇ સાદરીયા, લખમણભાઇ રતનશીભાઇ દલસાણીયા, અમરશીભાઇ વિરજીભાઇ બારૈયા અને બાબુલાલ લાલજીભાઇ સાણંદીયા રોકડા રૂપિયા 17,250 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text