કાનાભાઈએ વિધાનસભામાં પોતાની સ્પીચમાં મોરબી વિશે શું કહ્યું ? વાંચો સંપૂર્ણ અહેવાલ

- text


 

  • મોરબીમાં એક સમયે 200 પેટીએ રહેલું ટાઇલ્સનું ઉત્પાદન આજે બે લાખે પહોંચ્યું, સરકારનો ફૂલ સપોર્ટ : પહેલા ટાઇલ્સ રૂ.200માં ફૂટે વેચાતી હતી એ અત્યારે રૂ. 25માં ફૂટે વેચાય છે. શું કામ? એટલા માટે કે સરકારનો સહયોગ મળ્યો : અત્યારે જ્યાં રેલવેમાં માલ જાય છે તેને બદલે હવે આગામી વર્ષોમાં માલ કાર્ગોમાં જતો થઈ જશે
  • બહારના ઉદ્યોગપતિઓ અહીં આવે છે, શું કામ ? એમને અહીં કનડગત નથી, હપ્તા નથી, જરૂર પડે ત્યારે સરકારની મદદ મળે છે : કાંતિલાલે વિધાનસભામાં આપી ધુઆધાર સ્પીચ

મોરબી : મોરબી- માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વિધાનસભા ગૃહમાં ધુઆધાર સ્પીચ આપી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં તેઓએ કહ્યું હતું કે મોરબીમાં એક સમયે 200 પેટીએ રહેલું ટાઇલ્સનું ઉત્પાદન આજે બે લાખે પહોંચ્યું છે. કારણકે ઉદ્યોગકારોની મહેનત સાથે સરકારનો પણ ફૂલ સ્પોર્ટ છે.

તેઓએ ઉમેર્યું કે દેશના વડાપ્રધાન જ્યારે મુખ્યંત્રી હતા ત્યારે ઉદ્યોગોના વિકાસની વાત કરીએ તો નવાઈ લાગે. ઉદ્યોગો સ્થાપવા માટેની જરૂરિયાત જેવી કે, મેનપાવર, લાઈટ, પાણી એ સિસ્ટમથી વર્ષ 2022 પછી ઉદ્યોગોની કે પ્રગતિ થઈ છે એ આ ભારતની નંબર વન પ્રગતિ છે. હું 1995 થી લગભગ છ વખત આ વિધાનસભા માં બેઠો છું. અમારે મોરબીના સિરમિકના માત્ર પાંચ કારખાના હતા. એમાં મારી પણ એક કારખાનું હતું. એ વખતે નાની પટ્ટી હોય અને માત્ર 200 પેટીનું જ ઉત્પાદન થયું હતું. જ્યારે આજે બે લાખ પેટી નું ઉત્પાદન થાય છે. મોરબીનો વિકાસ કરવામાં આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હું અભિનંદન આપીશ. અમે સરકારનું રૂ. 7000 કરોડનું બજેટ પણ જોયું અને રૂ. 3 લાખ કરોડનું બજેટ પણ જોયું છે. નવી નવી યોજનાઓમાં ટેક્સટાઇલ ની વાત કરીએ તો ખેડૂતો માટે વર્ષ 2012માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે યોજના લાવ્યા હતા એ યોજનાના સમગ્ર સૌરાષ્ટ્ર અને મહેસાણામાં પ્રોજેક્ટ નખાયા છે. કાચા માલમાંથી પાકા માલનું ઉત્પાદન થાય એ માટેની યોજના આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી છે.

ઉદ્યોગોનો વિકાસ કરવો હોય તો સરકારની મીઠી નજર હોવી જોઈએ. આપણે જો કોઈ ઉદ્યોગ સ્થાપવો હોય તો પરસેવો વળી જાય. પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જમીન પર કામ ચાલુ કરી દે અને બિનખેતી પછી કરે. આ આપણી સરકારનો સપોર્ટ છે ઉદ્યોગપતિ ઉદ્યોગ સ્થાપિત ત્યારે એને જી.ઇ.બી. માં પાંચ ટકાનો ફાયદો થાય, વ્યાજમાં બે ટકાનો ફાયદો થાય તથા અન્ય જરૂરિયાતો માટે હું સરકારશ્રીને અભિનંદન આપું છું. હમણાં જ અમારા મોરબીમાં રેલવે દ્વારા માલ મોકલવા માટે જે રૂ. ૧૨૫ કરોડનું બજેટ મંજુર કર્યું છે એના માટે હું અભિનંદન આપું છું

આખા વર્લ્ડમાં 120 દેશોમાં અમારા ત્યાંથી માલ જાય છે. મીઠા ની વાત કરીએ તો કાચું મીઠું બનાવી અને પાકું મીઠું બનાવીએ એ પણ રેલવેમાં જાય છે. ટાઇલ્સની જો હું વાત કરું તો આખા ભારતમાં નહીં પણ વિશ્વમાં 40 ટકા ટાઇલ્સ નું ઉત્પાદન મોરબીમાં થાય છે. વર્ષો પહેલા આપણે જોતા હતા કે, ટાઇલ્સ કોના ઘરમાં હોય તો એ કરોડપતિના ઘરમાં હોય જે ટાઇલ્સ આજથી 15 વર્ષ પહેલા રૂપિયા 200 માં ફૂટે વેચાતી હતી એ અત્યારે રૂપિયા 25 માં ફૂટે વેચાય છે. શું કામ? એટલા માટે કે સરકારશ્રીનો સપોર્ટ છે હું તાજેતરમાં જ ધારાસભ્ય થયો. અમારા ઉદ્યોગને સ્પષ્ટતા પાંચ પ્રશ્નો હતા. કનુભાઈ એ પાંચમાંથી ચાર પ્રશ્નો પૂર્ણ કરી દીધા. અમારા ઉદ્યોગના રોડ બાકી હતા તે રૂપિયા 40 કરોડના ખર્ચે 20 ટકા ઉદ્યોગને ભરવાના અને 80% સરકારને ભરવાના એ બધા રોડ ઉદ્યોગ મંત્રીએ અઠવાડિયામાં મંજૂર કરી દીધા. બહારના ઉદ્યોગપતિઓ અહીં આવે છે, તેઓ શું કામ આવે છે ? એમને કનડગત નથી. એમને હપ્તા નથી. એમને જરૂર પડે ત્યારે સરકારશ્રીની કનડગત નહી, અધિકારીની કનડગત નહી, કોઈ લુખ્ખાની કનડગત નહીં અને તેથી ઉદ્યોગો સ્થાપવા આવે છે. હું ઉદ્યોગ ની વાત કરું તો, ઉદ્યોગમાં અલગ અલગ કોર્ષની જરૂરિયાત છે. માનો કે આઈ.ટી.આઈ ના કયા કોર્સની જરૂરિયાત છે? તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એવો નિર્ણય લીધો હતો અને મને ખબર છે કે તેઓ વિધાનસભામાં બોલ્યા હતા કે હીરાની જરૂર હોય તો આઈ.ટી.આઈ સુરતમાં કરો. સિરામિકની જરૂર હોય તો મોરબીમાં કરો બ્રાસપાટની જરૂર હોય તો જામનગરમાં આઈ.ટી.આઈ માં કોર્સ આપો. મશીનરીની જરૂર હોય એ રાજકોટમાં કોર્સ આપો આ દ્રષ્ટિ હતી.

- text

સરકાર તો 72 વર્ષથી ચાલે છે આ 20 વર્ષમાં જ કેમ ફેરફાર થયો? એ ફેરફાર થવાનું કારણ એ છે કે પ્રજાના પૈસા તો આવતા જતા પણ પ્રજાના પૈસાનો દૂર ઉપયોગ થતો હતો એ દૂર ઉપયોગ થતો અટકાવી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજાના પૈસાનો દુરુપયોગ ન થાય અને સાચી દિશામાં જાય એ આદેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ એ સાબિત કરી દીધું. હમણાં અમારા ધારાસભ્ય બોલ્યા કે, સ્વ. રાજીવ ગાંધી બોલ્યા હતા કે રૂપિયો મોકલું છું અને 15 પૈસા મળે છે આ દેશના વડાપ્રધાનએ ડાયરેક્ટ બધાના ખાતા ખોલાવી દીધા સીધો રૂપિયો મોકલે અને રૂપિયો જમા થઈ જાય. જામનગરની જો વાત કરું તો બ્રાસ પાટનું ત્યાં ઉત્પાદન થાય છે. રાજકોટમાં મશીનરી થાય. મહેસાણામાં કપાસનું વધારે વાવેતર થાય છે ત્યાં કાપડ બને. અમદાવાદમાં જાઓ તો કેમિકલ નું ઉત્પાદન થાય. મારા એક-બે સૂચન છે કે દરિયાકિનારે એવી જમીનો પડી હોય ત્યાં કેમિકલનો ઉદ્યોગ સ્થાપવામાં આવે અને જી.આઇ.ડી.સી.ઓ મંજૂર કરવામાં આવે તો સમગ્ર ગુજરાતનો આધાર 1600 કી.મી ના દરિયા નો પણ લાભ મળે કે જે ઉદ્યોગ ને ખારું પાણી મળતું હોય તો એને પણ ઉપયોગ થાય. ઉદ્યોગની દ્રષ્ટિમાં જે જરૂરિયાત છે.

મને તો એવું લાગે છે કે આવતા પાંચ વર્ષમાં આપણો બધો માલ હાલ રેલવેમાં તો જાય છે પરંતુ કારગોમાં જશે. શું કામ? આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એરપોર્ટની જે વાત કરી એના ડેવલપમેન્ટ માટે પણ પૈસા ફાળવ્યા છે. બજેટમાં અલગ અલગ યોજનાઓ ફાળવી છે પણ જે યોજના ફાળવી છે એનો યોગ્ય ઉપયોગ થાય એ દિશામાં કામ કરવા વાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. સરકાર એ હમણાં ખાતમુહૂર્ત કર્યું અને સમય જ કામ થઈ જાય. અમે એવું પણ જોયું છે કે વર્ષ 1997 માં હું તાલુકા પંચાયતનો સભ્ય થયો હતો ત્યારે અમને ખાલી પાંચ હરણની સબસીડી આપે તે માટે કોંગ્રેસની સરકારમાં અમને ફોર્મ આપતા હતા અને અમે રાજી થયા હતા પણ અત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અબજો રૂપિયાની સબસીડી ઉદ્યોગવાળા અને ખેડૂતોને આપે છે. એ સબસીડી ડાયરેક્ટ ઉદ્યોગવાળા અને ખેડૂતોને મળે તે માટે આ વહીવટી કામ જે ભારતીય જનતા પાર્ટી એ કર્યું છે એને હું અભિનંદન આપું છું. સરકારની નીતિ જો સાચી હોય તો મને 100% લાગે છે કે એનો વિકાસ થાય.

જ્યારે સમગ્ર ભારત દેશમાં અને વિશ્વમાં કોરોના હતો ત્યારે મોરબી થી 38 ટ્રેન કામ કરવા વાળા ની ભરીને અને અઠવાડિયાનું રોજ આપ્યું. આ ગુજરાતના મારા મતદારો આખા દેશમાં રહે છે. કોરોનામાં એક ટ્રેન પણ અહીંયા આવવાની ભરાની હોય તો હું રાજીનામું આપી દઉં. શું કામ નથી?ગુજરાતમાં બેકારી નથી ગુજરાતમાં કામ મળે છે. રાજસ્થાનમાં એમની સરકાર છે ગુજરાતના કેટલા રાજસ્થાનમાં છે? અને રાજસ્થાનથી કેટલાક ગુજરાતમાં કામ કરવા આવે છે? મહારાજ હોય તો રાજસ્થાન વાળા, કોન્ટ્રાક્ટર રાખે તો રાજસ્થાન વાળા, કામ કરવાવાળા રાજસ્થાનના, શુ કામ? આ ગુજરાતમાં વિકાસ થયો છે અને તે માટે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને આ સમગ્ર સભા ગૃહે અભિનંદન આપવા જોઈએ.

 

- text