મોરબીમાં દસ્તાવેજ નોંધાણીનો સમય વધારવા માંગ

- text


રેવન્યુ બાર એસોસિએશન દ્વારા તમામ સ્લોટ પાંચ મિનિટના અંતરે કરી સ્લોટની સંખ્યા વધારી આપવા રજુઆત કરાઈ

મોરબી : મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીએ હાલ દસ્તાવેજ નોંધણીમાં લોકોનો ભારે ધસારો થાય છે. આથી મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધાણીમાં સાંજના સમયમાં વધારો કરવા અને તમામ સ્લોટ પાંચ મિનિટના અંતરે કરી સ્લોટની સંખ્યા વધારી આપવાની પણ રેવન્યુ બાર એસોસિએશન દ્વારા રજુઆત કરાઈ છે.

મોરબી રેવન્યુ બાર એસોસિએશન દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીના નોંધણી નિરીક્ષકને રજુઆત કરાઈ છે કે, આગામી 15 એપ્રિલથી બમણા દરના નવા જંત્રી દર લાગુ થવાના હોવાથી જુના જંત્રીદરથી જમીન મકાનના દસ્તાવેજ કરવા માટે મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જો કે અગાઉની દસ્તાવેજ નોંધણીના સમયમાં વધારો કરવાની તેમની રજુઆતને પગલે સવારના 9 થી 10-30 સુધી સ્લોટો વધારી આપવામાં આવેલ છે.પણ હાલ જે પ્રકારે દસ્તાવેજ નોંધાણીમાં મોટી સંખ્યામાં લોકોના ધસારાને લઈને આ સમય વધારો પૂરતો જણાય રહ્યો નથી. હાલ દસ્તાવેજ નોંધણી માટે તા 16 માર્ચથી 1 એપ્રિલ સુધી ટોકન બુક થઈ ગયા છે.

- text

આ રીતે 15 એપ્રિલ સુધી તમામ સ્લોટ બુક થઈ જશે તો ઘણા લોકો જુના જંત્રી દરથી જમીન મકાનના દસ્તાવેજની નોંધણી નહિ કરી શકે. આથી લોકો દસ્તાવેજની નિયત સમયમાં નોંધણી કરી શકે તે માટે મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધાણીમાં સાંજના સમયમાં વધારો કરવા અને તમામ સ્લોટ પાંચ મિનિટના અંતરે કરી સ્લોટની સંખ્યા વધારી આપવાની રજુઆત કરી છે

- text