વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં પાના ટીચતા પાંચ જુગારણ ઝડપાઇ

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે ભાટિયા સોસાયટીમાં આવેલ ત્રિલોકધામ નજીકથી જાહેરમાં જુગારનો પાટલો માંડનાર પાંચ મહિલાઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે ભાટિયા સોસાયટીમાં આવેલ ત્રિલોકધામ નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ હંસાબેન મનહરલાલ ખંઢેરીયા, યાસ્મીનબેન મહેબુબભાઈ મહેસાણીયા, જ્યોતીબેન ભરતભાઈ વાંજા, વર્ષાબેન દિનેશભાઈ સોમાણી અને પારૂલબેન મુકેશભાઈ પરમારને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,390 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- text

- text