ચેતજો ! એસ્યોર મોરબી એપમાં મજૂરો, ભાડુઆતની નોંધ નહીં કરનાર વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી 

- text


ટંકારા, મોરબી, વાંકાનેરમાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખનાર તેમજ મકાન ભાડે આપી પોલીસને જાણ નહિ કરનાર 16 વિરુદ્ધ કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગને કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરી રહયા હોય ત્યારે ગુન્હાખોરી અટકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પરપ્રાંતીય મજૂરોની નોંધણી અને ભાડુઆતોની નોંધ માટે એસ્યોર મોરબી એપ અમલી બનાવી હોવા છતાં પણ લોકો દ્વારા આવી નોંધ ન કરાતી હોય મોરબી પોલીસ દ્વારા જિલ્લાના જાહેરનામા ભંગ સબબ કડક કાનૂની કાર્યવાહી શરૂ કરાઇ છે જે અન્વયે ગઈકાલે 16 આસામીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

એસ્યોર એપમાં પરપ્રાંતીય મજૂરો અને મકાન ભાડે આપનાર માલિકો દ્વારા નોંધ ન કરવામાં આવતા ટંકારા પોલીસ દ્વારા સૂર્યદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝ, લગધીરગઢ રોડના સંચાલક મહેશ કુંવરજીભાઇ દેસાઈ તેમજ કેસર પ્લાસ્ટિકમાં કામ કરતા મજૂરીની નોંધ નહિ કરવા બદલ લાલજી અજિતભાઈ મકવાણા નામના લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ ટંકારા પોલીસે ખીજડિયા ચોકડી નજીકથી છત ભરવાનો કોન્ટ્રાકટ રાખતા કાનાભાઈ નવીનભાઈ ભીલે પોતાના સાત મધ્યપ્રદેશના મજૂરની નોંધ નહીં કરાવતા જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો હતો.

જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા માટેલ રોડ ઉપર સ્પોલો સીરામીકના લેબર કોન્ટ્રાકટર અશોક નારણભાઇ લુમ્ભાણી વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શોભેશ્વર રોડ ઉપર હીરોઝ સિરામિક કારખાનામાં લેબર કોન્ટ્રાકટ ધરાવતા ભય્યુખાન હબીબખાન મસૂરી અને મહેન્દ્રનગર ચોકડીથી માળીયા જવાના રસ્તે આવેલ પટેલ નાસ્તા હાઉસમાં પરપ્રાંતિયને કામે રાખી એસ્યોર મોરબીમાં નોંધ નહિ કરનાર દિનેશ હરજીવનભાઈ કારોલીયા વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી માળીયા રોડ ઉપર આવેલ ઉમિયા પરોઠા હાઉસના વનેશભાઈ શિવાભાઈ પરેચા વિરુદ્ધ બહારના મજૂરોને કામે રાખી પોલીસને જાણ નહિ કરવા બદલ કાર્યવાહી કરી હતી.

- text

આ ઉપરાંત સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરામા બહારના મજૂરોને ઓરડી ભાડે આપવા બદલ સિકંદર સુભાનભાઈ ભટ્ટી, નિતાબેન વિજયભાઈ સુરેલા વિરુદ્ધ એસ્યોર એપમાં મકાન ભાડે આપવા અંગેની નોંધ નહિ કરતા કાર્યવાહી કરી હતી.

જ્યારે મોરબી તાલુકા પોલીસે બેલા રંગપરની સીમમાં ગોડવીન સીરામિકમાં બહારના મજૂરોને કામે રાખી નોંધ નહિ કરાવનાર જીતેન્દ્ર લાલજી હાડા તેમજ નગીનભાઈ નૂરભાઈ નિનામાં નામના કોન્ટ્રાકટર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત ગાળા ગામની સીમમાં ઇમપલ્સ પ્લાસ્ટિકમા પણ કોન્ટ્રાક્ટરે મજૂરોની નોંધ નહીં કરતા અખિલેશ સુરજદિન યાદવ વિરુદ્ધ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. સાથે જ લીલાપર નજીક સેવન્જા સિરામિકના લેબર કોન્ટ્રાકટર હરિલાલ રામકુમાર બૈગા વિરુદ્ધ અને રફાળેશ્વર નજીક મયુર હીરાભાઈ ગમારા વિરુદ્ધ તેમજ લિજેન્ડ સીરામિકમાં રમેશ કનુભાઈ રાવળ નામના કોન્ટ્રાકટર સામે પણ જાહેરનામા ભંગ બદલ પોલીસે કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના વજેપર વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરને ઓરડી ભાડે આપી એસ્યોર મોરબી એપમા નોંધ નહિ કરનાર બાબુભાઇ કુંવરજીભાઇ અબાસણીયા વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાનૂની કાર્યવાહી કરી મોરબી જિલ્લામા તમામ આસમીઓ વિરુદ્ધ ચેતવણી જનક કાર્યવાહી કરી હતી.

- text