મોરબીમાં 16માંથી 11 સીટી બસ જ ચાલુ : અનેક રૂટ બંધ

- text


શહેરના અનેક વિસ્તાર હજુ પણ સીટી બસથી વંચિત, મોંઘા રીક્ષા ભાડાથી લૂંટાતા લોકો

મોરબી : મોરબી નગરપાલિકા સંચાલિત કોન્ટ્રાકટ બેઇઝ ઉપરની સીટી બસનો હજુ ઘણા લોકો લાભ લઇ શક્યા નથી. નગરપાલિકાની કુલ 16 બસમાંથી 11 જ સીટી બસ ચાલુ હોવાથી અને એમાંથી અમુક બસ બંધ થઈ જતી હોવાથી ઘણા રૂટ હજુ સીટી બસથી વંચિત છે.આથી લોકો હજુ પણ રીક્ષા ભાડાથી ત્રસ્ત છે. જો સીટી બસ તમામ વિસ્તારમાં અને શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં સીટી બસ ચાલુ કરાઈ તો લોકોને સસ્તા ભાડાં સાથે સલામતી મુસાફરીનો લાભ મળી શકે એમ છે.

- text

મોરબી નગરપાલિકા દ્વારા ગાંધીચોકથી ટંકારાના લજાઈ ગામ સુધી ત્રણ સીટી બસ મુકવામાં આવી છે અને ગાંધીચોકથી નવાગામ સુધી બે સીટી બસ, ગાંધીચોકથી રફાળેશ્વર, ઘુંટુ અને ધરમપુર એક એક સીટી બસ દોડાવવામાં આવી રહી છે. ત્યારે નગરપાલિકા દ્વારા હાલ નવા બે રૂટ શરૂ કરવામાં આવ્યા છે.જેમાં ગાંધીચોકથી નીચી માંડલ, અને ગાંધીચોકથી ઘુનડા ગામ સુધી નવી સીટી બસ મુકવામાં આવી છે. જ્યારે શહેરના મહત્વના એવા સામાંકાંઠાના જિલ્લા સેવા સદન, સોઓરડી, પંચાસર, નાની વાવડી, લખધીરપુર રોડ સહિતના રૂટ હજુ બંધ હોય ત્યાં સીટી બસ મુકાય ન હોવાથી લોકોને રૂ.20 જેટલું રીક્ષા ભાંડું ચૂકવવું પડે છે. જો આ ઘણા રૂટ ઉપર સિટી બસ ચાલુ કરાઈ તો લોકોને ફાયદો થાય એમ છે અને નગરપાલિકાને ઘણા સમયથી સરકારે ફાળવેલી સોળે સોળ સીટી બસ શરૂ કરી નથી. ચાલુ બસોમાંથી પણ એકાદ બે બંધ રહેતી હોય અને ટાઈમ ટેબલ પણ ન હોવાથી લોકોને હાલાકી પડે છે.

- text