હોળી આવી ! મોરબીમાં 70 ટન ખજૂરનો જથ્થો ઠલવાયો

- text


ખજૂરના ભાવમાં કિલોએ રૂ.5થી7નો ભાવ વધારો : હોળીનો તહેવાર નજીક હોવા છતાં બજારમાં હજુ ઘરાકી ન જામી

મોરબી : તન મનની ઉર્જાને પ્રફુલ્લિત કરીને જીવનમાં નવા ઉમંગનો રંગ ભરી દેનાર રંગોત્સવ એટલે હોળી ધુળેટીનું પર્વ, ધુળેટીનો તહેવાર નજીક હોવા છતાં મોરબીની બજારમાં ખજૂરની જોઈએ તેટલી ખરીદી જામી નથી. મોરબીમાં આ વર્ષે 70 ટન જેટલો ખજૂરનો જથ્થો ઠાલવાયો છે. પણ ખંજુરની ખરીદી જામી નથી. જો કે ગત વર્ષ કરતા ખજૂરના ભાવમાં રૂ.5થી 7નો ભાવવધારો ઝીકાયો છે.

મોરબીના ખજૂરના હોલસેલના વેપારી વિપુલભાઈ પંડિત અને જીતુભાઈ કક્કડએ જણાવ્યું હતું કે, મોરબીમાં મુખ્યત્વે ઈરાન ઇરાકથી ખજૂરની વિવિધ વેરાયટીઓનો મોટા પ્રમાણમાં જથ્થો આયાત થાય છે અને ઇરાન-ઇરાકથી મુંબઈ, જામનગર અને રાજકોટ થઈને આ ખજૂર મોરબીમાં આવે છે મોરબીમાં ખજૂરનો આ વખતે 70થી 75 ટન જથ્થો આવ્યો છે. ખાસ કરીને મોરબીમાં ખજૂરનું મેઈન માર્કેટ નવાડેલા રોડ, પરાબજાર, ગાંધીચોક, લોહાણા મહાજન વાડી સહિતની બજારોમાં ખજૂર મબલખ પ્રમાણમાં મળે છે. મોરબીમાં ચાર જેટલા મેઈન ખજૂરના હોલસેલરો અને બીજા ઘણા બધા રિટેઇલ વેપારીઓ છે.

- text

હોળીના તેહવારમાં ખજૂર દરેક વિસ્તારની કરિયાણાની દુકાનમાં મળે છે. ગયા વખત કરતા ખજૂરનો ભાવમાં 5થી 10 રૂપિયાનો વધારો થયો છે. જેવો ખજૂરનો માલ અને વેરાયટી હોય તે પ્રમાણે ભાવવધારો લાગુ પડે છે. નબળા ખજૂરના ઓછા અને ગુણવત્તાવાળી ખજૂરના વધુ ભાવ હોય છે આ વખતે ખજૂરનો કિલો દીઠ ભાવ રૂપિયા 70 થી 85ની આસપાસ છે. જ્યારે જાયદી, ઇરાની, કિમીયા, કબ કબ સહિતની ખજૂરની વેરાયટીઓની જબરી ડિમાન્ડ છે. ખજૂરમાં હાલ હોળી નજીક હોવાથી છતાં ઘરાકી નથી. જો કે, હોળીના ત્રણ દિવસ પહેલા ખજૂર,ધાણી દાળિયા જેવી ચીજોની ખરીદી જામે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી હતી.

- text