બોર્ડની પરીક્ષામાં ચિઠ્ઠી ચબરખી લઈને જશો તો ગયા સમજો

- text


બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા નિર્ણય : ચોરી કરનારા વિદ્યાર્થી 2 વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા, હથિયાર સાથે જનારાને આજીવન કેદ

મોરબી : ગુજરાત સરકાર દ્વારા પેપરલીક મામલે નવો કાયદો અમલી બનાવ્યા બાદ હવેથી બોર્ડની પરીક્ષામાં ચોરી કરનાર અને કરાવનાર બંને વિદ્યાર્થીઓને કડક સજા કરવા નિર્ણય કર્યો છે, પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે હવેથી ચોરી કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓને બે વર્ષ માટે ઘેર બેસાડી દેવામાં આવશે.

- text

ગુજરાતમાં માર્ચ મહિનામા યોજાવા જઈ રહેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈપણ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા પકડાશે તો તેને કડક સજા કરવામાં આવશે. ચોરી કરનારો વિદ્યાર્થી 2 વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં. ઉપરાંત ચોરી કરનાર અને કરાવનારા બન્ને વિદ્યાર્થીઓએ 2 વર્ષ સુધી ઘરે બેસવું પડશે. આ સાથે જ બોર્ડ દ્વારા બીજો પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં હથિયાર સાથે પકડાશે તો તે વિદ્યાર્થી આજીવન પરીક્ષા આપી શકશે નહીં. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બોર્ડ દ્વારા નવા નિયમો જાહેર કરાયા છે.

- text