જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે યોજાશે : સત્તાવાર જાહેરાત

- text


મોરબી : પેપર લીક થતા મોકૂફ રખાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા  9 એપ્રિલના રોજ લેવામાં આવશે. પરીક્ષાનો સમય સવારે 11 થી 12 કલાકનો રહેશે.

- text

આ પૂર્વે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આગામી 100 દિવસમાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષા ફરી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ નવી તારીખ જાહેર કરવામાં આવી છે.

 

- text