નવા ઇસનપુર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ

- text


 

હળવદ : હળવદ તાલુકાના નવા ઇસનપુર પ્રાથમિક શાળા ખાતે આજે વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન અને લગતા ચિત્રોની રંગોળી સ્પર્ધા અને વિજ્ઞાનના સાધનોના પ્રદર્શન થકી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

આજે 28મી ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આ દિવસે હળવદ તાલુકાના નવા ઇસનપુર પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા કક્ષાએ વિજ્ઞાનને લગતા ચિત્રોની રંગોળી સ્પર્ધા તથા વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધોરણ ૧ થી ૮ ના ૨૩૦ જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું. આ સમગ્ર પ્રદર્શનમાં ધોરણ ૬ થી ૮ ના ૭૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા તેમજ ગણિત-વિજ્ઞાનના શિક્ષક ભરતભાઈ જોશી,શાળાના આચાર્ય વિનોદભાઈ ત્રિવેદી તથા શાળાના સમગ્ર સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text