મીતાણામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

- text


વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને મીતાણા તાલુકા શાળાના સંયુક્ત ઉપક્રમે આયોજન

ટંકારા : ડો. વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને મીતાણા તાલુકા શાળાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી VASCSCની TEAM અને ગણિત- વિજ્ઞાન શિક્ષક કલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકાનાં મીતાણા ખાતે કરવામાં આવી હતી.

મીતાણા તાલુકા શાળાની પેટા શાળાઓ હરીપર પ્રાથમિક શાળા, જીવાપર પ્રાથમિક શાળા , છતર પ્રાથમિક શાળા ,હરબટીયાળી પ્રાથમિક શાળા, પ્રભુનગર પ્રાથમિક શાળા, વીરવાવ પ્રાથમિક શાળા તથા ગણેશપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા ગણિત- વિજ્ઞાન શિક્ષક અને તમામ શાળાઓમાંથી ધોરણ 6,7,8 ના 15 વિદ્યાર્થીઓ લેખે 250 જેટલા બાળકોએ આ STEM આઉટ રિચ પ્રોગ્રામ હેઠળ વિવિધ પ્રયોગો, પ્રવૃત્તિઓ જાણી હતી.

આ સાથે મીતાણા સી.આર.સી.ની પેટા શાળામાં ગણિત- વિજ્ઞાન શિક્ષક તરીકે જેઓ એક દશકા જેટલા સમયથી પોતાની નિષ્ઠા અને ઉત્સાહપૂર્વક વિવિધ શાળાઓમાં ફરજ બજાવે છે તેવા શિક્ષકો પટેલ કલ્પેશ ભાઈ, મીતાણા તાલુકા શાળા, વાધરીયા રાજેશભાઈ હરબટીયાળી પ્રાથમિક શાળા, ધોરી કલ્પેશકુમાર ભૂતકોટડા પ્રાથમિક શાળા, હિરલબેન હરિપર પ્રાથમિક શાળા ,વેકરીયા ભાવિશાબેન છત્તર પ્રાથમિક શાળા, ડોડીયા નિશાંતભાઈ જીવાપર પ્રાથમિક શાળા ,ઘોડાસરા ક્રિષ્નાબેન પ્રભુનગર પ્રાથમિક શાળા વગેરે શિક્ષકોને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મિતાણા તાલુકા શાળાના આચાર્ય કિરણબેન વસોયા અને મીતાણા સી.આર.સી કોઓર્ડીનેટર કૌશિકભાઇ ઢેઢી એ ભારે જહેમત ઉઠાવી તેવું ટંકારા તાલુકા B.R.C કોઓર્ડીનેટર્ ફેફર કલ્પેશભાઈએ પોતાની યાદીમાં જણાવેલ છે.

- text

- text