માળીયાના જુના ઘાટીલા ગામના યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ

- text


માળીયા : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટમાં રહેતો યુવાન મંદરકી નજીક કોઈ કારણોસર કેનાલમાં પડી ગયા બાદ 20 કલાકથી વધુ સમયગાળા બાદ આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટમાં રહેતો સંજય રામજીભાઈ અગેચણિયા નામનો યુવાન તા.20ના રોજ મંદરકી નજીક કોઈ કારણોસર કેનાલમાં પડી જતા વ્યાપક શોધખોળ બાદ ગઈકાલે બપોરે મૃતદેહ મળી આવતા માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text