રમતા રમતા બીજા માળેથી પટલાયેલા બાળકનું પ્રાણપંખેરૂ ઉડી ગયુ

- text


વાંકાનેરના રાતાવીરડા નજીક રોસા સિરામિકમા બનેલો અરેરાટી ભર્યો બનાવ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક આવેલી સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રમતા રમતા બીજા માળેથી પટકાયેલા માસૂમ બાળકનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક આવેલ રોસા સીરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક ખુરસિંગ વસુનિયાનો પુત્ર કાર્તિક ઉ.6 લેબર કવાટર્સમાં બીજા માળે રમતો હતો ત્યારે રમતા રમતા બીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોચતા બાળકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text