મોરબીમાં પશુપાલન વિભાગ માટે ત્રિદિવસીય તાલીમ વર્ગ યોજાયો

- text


તાલીમ દરમિયાન અધિકારીને ઘેટાં બકરા પાલન અંગેની આધુનિક સમજણ અપાઈ

મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,જૂનાગઢ કૃષિ યુનર્વિસટી મોરબી ખાતે મદદનીશ પશુપાલન નિયામકની કચેરી,ઘેટાં ઉછેર કેન્દ્ર મોરબી દ્વારા પશુપાલન અધિકારી અને મદદનીશ પશુપાલન નિયામક માટે ત્રિદિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યુ હતું.

તાલીમમાં અધિકારીને ઘેટાં બકરા પાલન અંગેની આધુનિક સમજણ, ઘેટાં બકરાંની ઓલાદની જાણકારી, તેમાં થતા રોગ જીવાત નિવારણ અને રસીકરણ તેમજ ઘેટાં બકરાંમાં સંવર્ધનમાં લેવાની થતી કાળજી અને આહાર અને તેનું મહત્વ અંગેની માહિતી આ તાલીમ દરમ્યાન આપવામાં આવેલ હતી.

આજે તાલીમ પૂર્ણ થતાં સંયુક્ત પશુપાલન નિયામક સૌરાષ્ટ્ર રીજીયન ડો.ગોહેલના હસ્તે પ્રમાણપત્રનું વિતરણ કરવામાં કરવામાં આવેલ હતું. આ સમગ્ર તાલીમનું આયોજન ડો.ઉઘરેજા દ્વારા કરવામાં આવેલ હતું. તાલીમાર્થી તાલીમ દરમ્યાન સંચાલન આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.જીવાની અને ડી.એ સરડવા દ્વારા કરવામાં આવેલ અને તાલીમના અંતે આભાર વિધિ ડો.વડનગરાએ કરેલ હતી.

- text

- text