મોરબીની સભારાવાડી શાળાના શિક્ષકને વિશિષ્ટ શિક્ષક એવોર્ડ

- text


22 વર્ષથી માતૃભાષાના વિકાસ અને સમૃદ્ધિ માટે યોગદાન આપવા બદલ આ ગૌરવ મળ્યું 

મોરબી : માતૃભાષા અભિયાન અને ગૂજરાત વિદ્યાપીઠ -અમદાવાદ ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતમાંથી માતૃભાષામાં વિવિધ પ્રકારની કામગીરી કરનાર ત્રણ શિક્ષકોને “વિશિષ્ટ શિક્ષક એવોર્ડ” આપી સન્માનિત કરવામાં આવે છે ત્યારે આ ત્રણ શિક્ષકોમાં બીજા નંબર પસંદ થયેલ મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણિયાને આ એવોર્ડ આપી ગુજરાત વિદ્યાપીઠ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.

22 વર્ષથી જેમણે માતૃભાષાના વિકાસ અને સમૃદ્ધિ માટે પોતાનું યોગદાન આપ્યું છે. માં પછી બીજું જો કોઇ સ્થાન હોય તો તે છે માતૃભાષા.. વિજયભાઈ દલસાણિયાએ માતૃભાષા બાળકોની શુદ્ધ બને,લેખનકાર્ય સારું બને, ખૂબ સરળતાથી અને આનંદ સાથે શીખી જાય,એવી અનેક પ્રવૃત્તિઓ થકી શિક્ષણ આપવાનું કામ વિજયભાઈ કરે છે.માતૃભાષાને બાળકો પ્રેમ કરે,માન આપે, અને જેના થકી મૂલ્યોનું નિર્માણ થાય તે માટેની અનેક પ્રવૃત્તિઓ કરાવી છે. અન્ય સરકારી કે ખાનગી શાળાઓમાં નિ:સ્વાર્થ ભાવે બાળકોમાં અને શિક્ષકોમા માતૃભાષા પ્રત્યે આદર અને ગર્વની લાગણી થાય તે માટે સેમિનાર પણ કરે છે. શિક્ષણના લેખો તેમના પ્રકાશિત થાય છે.અનેક ઈનોવેશન પણ કર્યા છે.

પ્રાથમિક શિક્ષકોને માતૃભાષાના તજજ્ઞ તરીકે અનેક તાલીમો પણ આપી છે.એક ઈનોવેશન “મારી જોડણી તે સાવ સાચી” એ ઈનોવેશનની માતૃભાષાના‌ દિવસે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રજૂઆત પણ કરી છે. શાળા‌અને મોરબી જિલ્લાના ગૌરવમાં અભિવૃદ્ધિ કરનાર વિજયભાઈ દલસાણિયાનેઆજે આ એવોર્ડ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ સન્માનીય ભરતભાઈ જોશી, યશવંત દાદા (જાણીતા સાહિત્યકાર) અને અરવિંદભાઈ ભંડેરી ભાષાવિજ્ઞાની), રાજેન્દ્રભાઈ પટેલ (માતૃભાષા અભિયાન ટ્રસ્ટી) હસ્તે આપી આવડું મોટું સન્માન એ મારા માટે પ્રેરણાદાયી બનશે. આવા વિશિષ્ટ કામ કરતા શિક્ષકોને શોધીને તેમને સન્માનિત કરવાનું કામ ખરેખર પ્રશંસનીય છે અને વિજયભાઈએ અભિનંદન પાઠવ્યા હતા.આ તકે માતૃભાષા અભિયાન અને ગુજરાતના વિદ્યાપીઠ અમદાવાદનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text