સલાયાની અઠંગ ચોર ત્રિપુટી મોરબીમાં ચોરી કરે તે પૂર્વે જ ઝડપાઇ

- text


 

મોરબી તાલુકા પોલીસે જેતપર નજીકથી તસ્કર ત્રિપુટીને ઝડપી લઈ જાતે ફરિયાદી બની

મોરબી : મોરબી તાલુકા વિસ્તારમાં ચોરી કરવાના ઇરાદે આવેલ દ્વારકા જિલ્લાના સલાયાની ચોર ટોળકી ચોરીને અંજામ આપે તે પહેલા જ તાલુકા પોલીસે દબોચી લઈ જાતે ફરીયાદી બની ગેંગ કેસ મુજબનો ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જી.જેઠવા, એ.એસ.આઇ. જીજ્ઞાસાબેન કણસાગરા, જયદેવસિંહ ઝાલા, પો.હેડ.કોન્સટેબલ દિનેશભાઇ બાવળીયા, જયસુખભાઇ પટેલ, પોલીસ કોન્સટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, જયદિપભાઇ પટેલ, પંકજભા ગઢવી, રમેશભાઇ મુંધવા, જીતેનદાન ગઢવી સહિતની સ્ટાફ ગઈકાલે રાત્રીના પેટ્રોલીંગમાં હતા ત્યારે મોરબી- જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે, લોર્ડ્સ હોટલ વાળા સોપીંગ સેન્ટરની દુકાનો તથા એ.ટી.એમ. નજીક ત્રણ ઇસમોની ટોળી ચોરી લુંટ કરવાની પેરવીમાં હોય તેવી શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓને કોર્ડન કરી પકડી ચેક કરતા તેઓ પાસે લોખંડનુ કટર તથા ડીસમીસ જેવા સાધનો મળી આવ્યા હતા.

- text

વધુમાં તાલુકા પોલીસ ટીમે આરોપી અકરમ રજાકભાઇ ઇસાકભાઇ સંધાર, રહે. હુશેની ચોક, ગોદી વિસ્તાર, સલાયા તા.જામ ખંભાળીયા જી. દેવભુમી દ્રારકા, એઝાઝ રજાકભાઇ ઇસાકભાઇ સંધાર વાઘેર, રહે. હુશેની ચોક, ગોદી વિસ્તાર, સલાયા તા.જામ ખંભાળીયા જી. દેવભુમી દ્રારકા અને સુલતાન આદમભાઇ હુશેનભાઇ બારોયા, રહે. હાલ-જામનગર, રેલ્વે સ્ટેશન પાસે, વસીલા ચોક, જામનગર મૂળ- થરી વિસ્તાર, બંદર રોડ, સલાયા તા.જામ ખંભાળીયા જી. દેવભુમી દ્વારકા વાળાની પ્રાથમિક પૂછતાછ કરતા આરોપીઓએ લોખંડના કટર, ડીસમીસ, પાના જેવા ચોરી કરવામાં મદદરૂપ થાય તેવા સાધનો તથા ચોરાઉ બજાજ કંપનીની સી.એન.જી. રિક્ષા રજી. નં.-GJ-36U-0698 સાથે ચોરી કરવાના ઇરાદે ફરતા હોવાની કબૂલાત આપી હતી.

ઉલ્લેખનીય છે કે, મોરબી તાલુકા પોલીસના હાથે ઝડપાયેલા આ ત્રણેય શખ્સ રીઢા ગુન્હેગારો છે અને ત્રણેય વિરુદ્ધ ચોરી, મારામારી સહિતના 33 જેટલા ગુન્હાઓ અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા હોય એ ત્રણેય અઠંગ રીઢા ગુન્હેગારો વિરુદ્ધ તાલુકા પોલીસે જાતે ફરિયાદી બની ગુન્હો દાખલ કર્યો છે.

- text