મોરબીના લેબર કોન્ટ્રાકટરના અપહરણ કેસમાં ઝડપાયેલા બે આરોપીઓ એક દિવસના રિમાન્ડ ઉપર

- text


 

મોરબી : મોરબીમાં લેબર કોન્ટ્રાકટરના અપહરણમાં ગુનામાં બે શખસો સ્કોર્પિયો કારમાં નાશી છુટ્યા બાદ જામનગરના જોડીયાના ભાદરા પાટીયા પાસે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને હાડાટોડા ગામની સીમમાંથી બન્નેને ઝડપી લીધા હતાં. આથી મોરબી પોલીસે આજે આ બન્ને આરોપીઓનો કબ્જો મેળવી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્ને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

- text

મોરબીના કોન્ટ્રાકટર યુવકનું અપહરણ કરાયા પછી બે શખસો સ્કોર્પિયો કારમાં જામનગર તરફ આવતા હોવાની મોરબી એસ.પી.એ જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલુને જાણ કરી હતી. એસ.પી.ની સુચનાથી જોડીયા પોલીસે નાકાબંધી કરી સ્કોર્પિયોને રોકવાનો પ્રયાસ કરતાં આરોપીઓએ પોલીસને જોઈને ફુલ સ્પીડમાં સ્કોર્પિયો ચલાવીને પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓને કચડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દુર ખસી જતા આરોપીઓ આડશ તોડીને નાસ્યા હતાં. આથી પોલીસે સ્કોર્પિયોની પાછળ ૩ રાઉન્ડ ફાયરીંગ કરીને ફિલ્મી ઢબે પીછો કરી હાડાટોડા ગામની સીમમાંથી સલીમ દાઉદભાઈ માણેક (રે.મોરબી વાવડી રોડ ક્રિષ્ના પાર્ક) અને રફીક ગફુરભાઈ મોવર (રે. મોરબી વાવડી રોડ લોમજીવન પાર્ક) નામના બન્ને શખસોને ઝડપી લીધા હતાં. આજે જોડીયા પોલીસ પાસેથી મોરબી પોલીસે બન્ને આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્નેને એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

- text