ખાખરેચી હાઈસ્કૂલમાં વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો

- text


 

શક્તિથી અગ્નિ પ્રગટ કરવી,એકના ડબલ, હાથમાંથી કંકુ નીકળવું, હાથ અને માથા પર દીવા રાખવા, નજરબંધી, ચલણી નોટ ગાયબ કરવી સહિતના પ્રયોગોનું નિદર્શન

માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલમાં વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચમત્કારીક પ્રયોગોમાં મંત્ર શક્તિથી અગ્નિ પ્રગટ કરવી,એકના ડબલ, હાથમાંથી કંકુ નીકળવું, હાથ અને માથા પર દીવા રાખવા, નજરબંધી, ચલણી નોટ ગાયબ કરવી, ચમત્કારિક રૂમાલ, નાળિયેર માંથી ચુંદડી ચોખા કાઢવા, મનગમતી મીઠાઈ નો સ્વાદ, ભૂત ને લોટા માં પકડવું, રંગ બદલતા પદાર્થ, હાથમાંથી ગંગાજળ કાઢવું જેવા પ્રયોગોનું નિદર્શન કરી અંધશ્રદ્ધાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો.

આ કાર્યક્રમ માળીયા તાલુકાના ચીખલી ગામના જ વતની અને ધર્મશાળામાં ચાલતી ખાખરેચી હાઈસ્કૂલના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી સિદ્ધાર્થ ટી. દેગામી દ્વારા આપવામાં આવ્યો હતો.હાલ સિદ્ધાર્થ દેગામી સત્ય શોધક સભાના પ્રમુખ તરીકે તેમજ નવી દિલ્હી પ્રેરિત રાષ્ટ્રીય બાલવિજ્ઞાન કોંગ્રેસના ગુજરાત રાજ્યના કો-ઓરડીનેટર તરીકે ફરજ બજાવે છે.અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા 10000 થી વધુ કાર્યક્રમો કરીને સમાજમાં અંધ શ્રદ્ધા દૂર કરવાનું અનેરું કાર્ય કર્યુ છે.આ કાર્યક્રમમાં સિદ્ધાર્થના સહપાઠી મિત્રો મુકુંદરાય જોશી, રણછોડભાઇ ઓડિયા, મનસુખભાઇ ચારોલા તેમજ મહેશભાઈ પારજીયા એ મદદ કરી અને એકબીજાને ઘણા વર્ષો પછી મળી શાળાની યાદો તાજી કરી હતી.

- text

આ સાથે શાળામાં અભ્યાસ કરતી ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી બહેનો માટે કિશોરીને મૂંઝવતા પ્રશ્નો તેમજ તે અંગેની માહિતી માળીયા તાલુકાના હેલ્થ વિઝીટર રમાબેન ભટ્ટ તથા ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર મંજુલાબેન કૈલા દ્વારા આપવામાં આવી હતી.

કાર્યકમના અંતે શાળાના આચાર્ય મેહુલભાઈ ભોરણિયાએ સત્ય શોધક સભા સુરતના પ્રમુખ સિદ્ધાર્થ દેગામી તેમજ માળીયા તાલુકાના હેલ્થ વિઝિટર રમાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text