વાંકાનેરની ઘીયાવડ પ્રા. શાળાના બાળકોએ માણ્યો વીડી રામપરા અભ્યારણ્યનો પ્રવાસ

- text


 

શિક્ષકોએ સ્વ ખર્ચે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત કરાવી : ફોરેસ્ટ ઑફિસરોએ બાળકોને નાસ્તો કરાવ્યો અને શિક્ષણ કિટની ભેટ પણ આપી

વાંકાનેર : વાંકાનેરની ઘીયાવડ પ્રા. શાળા દ્વારા શિક્ષણના ભાગ રૂપે વીડી રામપરા અભ્યારણ્યનો પ્રવાસ ધોરણ – 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ગોઠવ્યો હતો. આ પ્રવાસમાં શિક્ષક રવજીભાઈ, મીરલબેન અને નિરાલિબેન જોડાયા હતા.

મેરબાન નાયબ વન સંરક્ષક મોરબી ચિરાગ અમિનની સૂચના મુજબ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી.પી.નારોડિયા ,તા.વાંકાનેર રેન્જના માર્ગદર્શન મુજબ રામપરા સેનચ્યુરી ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર જયદીપસિંહ કે. ઝાલા (ઘીયાવડ) તેમજ ફોરેસ્ટ ગાર્ડ વી.જે. ગોહિલ દ્વારા પ્રકૃતિ શિબિરમા વન્ય પ્રાણીઓ તેમજ વન્ય પક્ષીઓ તેમજ જંગલ અને અભયારણ્ય વિશે સર્વેને માહિતગાર કરાયા હતા. પ્રકૃતિના ખોળે બધા બાળકોને વન વિભાગ તરફથી નાસ્તો અને ભોજન પણ કરવાયા હતા. ઇન્ચાર્જ રા.ફોરેસ્ટર જયદીપસિંહ ઝાલા તરફથી બધા બાળકોને શૈક્ષણિક કિટ ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકો એ મોગલ માતા આશ્રમની પણ મુલાકાત લીધી હતી.સમગ્ર પ્રવાસનું વાહન ભાડું શિક્ષક રવજીભાઈ, મીરલબેન અને નિરાલિબેન દ્વારા એ ભોગવ્યું હતું.

- text

આ ઉપરાંત શાળા માં તા.14/2/2023 ના વેલેન્ટાઈન ડે ના દિવસે “માતૃ પિતૃ પૂજન” નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકોએ માતા પિતાનું પુષ્પ, આરતી, કુમકુમ તિલક દ્વારા પૂજન કરીને જન્મદાતાનો ઋણ સ્વીકાર કરીને પ્રેમ દિવસને નવીનયપૂર્ણ રીતે ઉજવ્યો હતો. જેના આયોજન માટે શિક્ષક નમ્રતાબા, કવિતાબેન, દિનેશભાઇ એ જહેમત ઉઠાવી હતી. ઘીયાવડ આરોગ્ય કેન્દ્ર (સબ સેન્ટર ) દ્વારા રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ચર્ચા સભા રાખવામાં આવી હતી. જેમાં આરોગ્ય કર્મચારી રક્ષિતભાઈએ બાળકોને આરોગ્યલક્ષિ માહિતી આપી હતી.બધા બાળકોને કૃમિની ગોળીનું વિતરણ કરાયું હતું. ધોરણ – 6 થી 8ના બાળકો માટે “વસુધેવ કુટુંબકમ ” થીમ પર પોસ્ટર સ્પર્ધા નું,બેલન્સ દોડ,લંગડી દોડ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓને આચાર્ય તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text