આવો…..ખાબકો …. મહેશ હોટેલ પાસે ખુલ્લી ભૂગર્ભ ગટર યમદૂત સમાન

- text


આજુબાજુના વિસ્તારમાં આવેલી શાળાઓના વિદ્યાર્થીઓ અને રાહદારીઓ માટે જોખમ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલી મહેશ હોટલની પાછળ મોરબી નગરપાલિકાએ યમદૂતને વિશેષ ફરજ સોંપી હોય તેમ આખેઆખું ભૂગર્ભ ગટરનું ઢાંકણ ગાયબ થઈ જવા છતાં કોઈ પગલાં ન લેવાતા આવો…. ખાબકો…. સૂત્રને સાર્થક કરવા કોઈનો ભોગ લેવા માટે તંત્ર રાહ જોઈ રહ્યું હોવાનો ઘાટ જોવા મળી રહ્યો છે.

- text

હોસ્પિટલ ઝોન અને એજ્યુકેશન ઝોન ગણાતા મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટલની પાછણ ભાગે ભૂગર્ભ ગટરની કુંડીનું ઢાંકણ ગાયબ થઈ ગયું છે અને અહીંથી પસાર થતા લોકો સાવચેત રહે તે માટે આ જોખમ પ્રત્યે જાગૃત કરવા કોઈ ચેતવણી આપવાની કામગીરી કરવી કે કુંડીનું ઢાંકણ ઢાંકવા અંગે મોરબી પાલિકાએ તસ્દી ન લેતા હાલમાં અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઉભું થયું છે.

- text