એસી, પંખા ચાલુ ! ફેબ્રુઆરીમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો

- text


મોરબી : હજુ શિયાળાની વિદાય નથી થઇ ત્યાં જ ફેબ્રુઆરી માસમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગુરુવારે આકરો તાપ વરસ્યો હતો અને આજે પણ કાળઝાળ ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

છેલ્લા બે દિવસમાં મૌસમે મિજાજ બદલતા શહેરીજનોએ પંખા ચાલુ કરી દીધા છે અને ઓફિસોમાં તો એસી પણ શરુ થઈ ગયા છે. ગુરુવારના રોજ અમદાવાદ શહેરમાં 37.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું. ઉલ્લેખનીય છે કે સામાન્ય કરતા તે 6.7 ડિગ્રી વધારે છે. આટલુ જ નહીં, પાછલા સાત વર્ષમાં પહેલીવાર ફેબ્રુઆરી મહિનામાં તાપમાનનો પારો આટલો ઉપર પહોંચ્યો છે. ભૂજની વાત કરવામાં આવે તો ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી નોંધાયુ હતું. અને આ સાથે રાજ્યમાં સૌથી પહેલો 40 ડિગ્રીનો આંકડો ભૂજ શહેરમાં પાર થયો છે.

- text

ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના આંકડા મુજબ વર્ષ 2022માં ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં મહત્તમ તાપમાન 34થી 35 ડિગ્રી સેલ્યિસ સુધી પહોંચ્યુ હતું. પરંતુ આ વર્ષ ફેબ્રુઆરી મધ્યભાગમાં જ ઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે. ખાસ કરીને મોટાભાગના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે.

- text