ટંકારાના વિરપરમાં રીક્ષા સાઈડમાં ચલાવવાનું કહેતા ત્રણ શખ્સોનો હુમલો

- text


હુમલામાં બન્ને પક્ષે ઇજાઓ પહોચતા સામસામી ફરિયાદ

ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામે રિક્ષા સાઈડમાં ચલાવવાનું કહેતા સારું નહીં લાગતા ત્રણ શખ્સોએ હુમલો કરી ચારને ઇજાઓ પહોંચાડી હતી. સામે પક્ષે પણ હુમલો કરનારાઓને ઇજા પહોચતા સામસામી ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે નવા પ્લોટમાં રહેતા ફરિયાદી મેરૂભાઇ બચુભાઇ ઉધરેજા આરોપી રાજુભાઇ ગોવિંદભાઇ ઉધરેજાને રીક્ષા સાઈડમાં ચલાવવાનું કહેતા સારું નહિ લાગતા આરોપી રાજુભાઇ ગોવિંદભાઇ ઉધરેજા સુનીલભાઇ રાજુભાઇ ઉધરેજા તથા સંજયભાઇ રાજુભાઇ ઉધરેજા રહે- ત્રણેય વિરપર ગામ વાળાઓએ હુમલો કરી ફરિયાદી મેરુભાઈ, તેમના પિતા, સાહેદ યુનુસભાઈ અને ગીતાબેન ઉપર લાકડાના ધોકા વડે ઇજાઓ કરી મેરુભાઈને છરીના ઘા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપતા ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૪, ૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

જ્યારે સામે પક્ષે સંજયભાઇ રાજુભાઇ ઉધરેજાએ મેરૂભાઇ બચુભાઇ ઉધરેજા, બચુભાઇ ગોવિંદભાઇ ઉધરેજા અને ગીતાબેન મેરૂભાઇ ઉધરેજા રહે- ત્રણેય વિરપર ગામ વાળા વિરુદ્ધ લાકડાના ધોકા વડે હુમલો કરી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપવા સબબ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ- ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text