વાંકાનેર નજીક ગૌવંશની ગેરકાયદે હેરફેર કરતા એક ઝડપાયો, એક ફરાર

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી નજીકથી ગૌરક્ષકો દ્વારા બોલેરો વાહનમાં ક્રૂરતા પૂર્વક કતલખાને લઈ જવાઈ રહેલ વાછરડાને બચાવી લીધું હતું અને આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમા બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે આ કિસ્સામાં એક આરોપી પોલીસને હાથ લાગ્યો છે જ્યારે અન્ય એક નાસી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ નજીકથી દીપકભાઈ દિલીપભાઈ ખાંડેખા સહિતના ગૌરક્ષકોએ બોલેરો પિકઅપ ગાડીમાં ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહેલ વાછરડાને બચાવી લઈ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

આ કિસ્સામાં પોલીસે પશુ પ્રત્યે ઘાતકી પણું આચરવા સબબ તરણેતર ગામના છના જીણા પરમારને ઝડપી લીધો હતો જ્યારે બોલેરો ચાલક રાજ નામનો શખ્સ નાસી ગયો હતો. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે રૂ.2 લાખની બોલેરો ગાડી કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાનો અધિનિયમ કલમ-૧૧(૧)(ડી)(ઈ)(એફ)(એચ) તથા પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ કલમ-૫,૬,૮,૯,૧૦ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

- text