માળીયાની ભીમસર ચોકડી નજીકથી તમંચા સાથે એક ઝડપાયો

- text


મોરબી એસઓજી ટીમ દ્વારા કાર્યવાહીમો

રબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસ ટીમે બાતમીને આધારે માળીયા મિયાણા હાઇવે ઉપર ભીમસર ચોકડી નજીક દરોડો પાડી સુરેન્દ્રનગરના શખ્સને દેશી બનાવટના એક તમંચા સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ માળીયા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમને મળેલી બાતમીને આધારે માળીયા મિયાણા હાઇવે ઉપર ભીમસર ચોકડી નજીક દરોડો પાડી સુરેન્દ્રનગરના જંકશન રોડ ઉપર મણિયાર નગરના રહેવાસી ઋષભ કિરીટભાઈ શાહ નામના શખ્સને ઝડપી લઈ તલાસી લેતા આ શખ્સના કબ્જામાંથી દેશી બનાવટનો તમંચો મળી આવતા રૂપિયા 5000ની કિંમતનો તમંચો કબ્જે કરી આર્મ્સ એકટ અન્વયે માળીયા પોલીસ મથકમા ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text