વાંકાનેરના ધમલપર ગામની સીમમાં ખેતરમાં પાણી આવવા મામલે ધમાલ, સામસામી ફરિયાદ

- text


ખેતરમાં કારખાનાનું પાણી આવતા મામલો મારામારી સુધી પહોંચ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધમલપર ગામની સીમમાં કારખાનાનું પાણી ખેતરમાં આવતું હોવાથી વાડી માલિકે કારખાનેદારને પાણી નહિ આવવા દેવાનું કહેતા ઝઘડો થયો હતો અને ઝઘડા બાદ છુટા હાથની મારામારી અને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવતા સામસામી ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ધમલપર ગામે રહેતા મોહયુદીનભાઇ અબ્દુલભાઇ કડીવારની વાડીમાં બાજુમાં કારખાનું ધરાવતા કપીલભાઇ ગગજીભાઇ ધરોડીયા, રહે વિશીપરા વાંકાનેર વાળાનું પાણી આવતું હોય મોહયુદીનભાઇએ પોતાની વાડીમા પાણી નહીં આવવા દેવા બાબતે કહેતા આરોપી કપીલભાઇ ગગજીભાઇ ધરોડીયાએ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ લોખંડના સળીયા વડે માથામા બે ત્રણ ઘા મારી હેમરેજ જેવી ઇજા પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસે આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૩૨૬,૫૦૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો છે.

- text

જ્યારે સામાપક્ષે
કૌશીકભાઇ ઉર્ફે કપીલભાઇ ગગજીભાઇ ધરોડીયાએ પોતાના કારખાનાની મોટર બંધ થઈ જતા આરોપીના ખેતરમાં પાણી જતું હોય આરોપી મોહયુદીનભાઇ અબ્દુલભાઇ કડીવારે લોખંડના પાઇપ વતી માથાના ભાગે મારતા ઇજા કરી વાસામા તથા પાછળના ભાગે લોખંડનો પાઇપ મારતા મૂઢ ઇજાઓ પહોચાડી હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪,૫૦૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text