મોરબીના ભડીયાદ ગામની જંત્રીનો રી-સર્વે કરી સુધારો કરવા માંગ

- text


ગામના અગ્રણીઓએ જિલ્લા કલેકટરને રજુઆત કરી  

મોરબી : સરકારે જંત્રીના ભાવમાં ડબલગણો ભાવવધારો ઝીકી દેતા વિસંગતતા ઉભી થઇ છે. જેમાં જંત્રીના દરમાં ડબલગણા ભાવવધારાથી મોરબીના ભડીયાદ ગામની બિનખેતીની જંત્રી ખરેખર હાલની બજાર કિંમત કરતા ત્રણીથી ચાર ગણી થઈ હોવાથી ગામના અગ્રણીઓએ જિલ્લા કલેકટરને રજુઆત કરી ભડીયાદ ગામની જંત્રીનો રી-સર્વે કરીને સુધારો કરવા માંગ ઉઠાવી છે.

- text

ભડીયાદ ગામના જયંતીલાલ અઘારા તથા અન્ય ગામના આગેવાનોએ જીલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, મોરબી તાલુકાના ભડીયાદ ગામે ૧૮/૪/૨૦૧૧ ની જંત્રીના દર હાલની બજાર કિંમત જે ચાલે છે. તેના બમણા એટલે કે ડબલ આવેલ હતા. સરકાર દ્વારા તાજેતરમાં તા. ૪/૨/૨૦૨૩ ના પરીપત્ર થી આખા ગુજરાતની જંત્રી ડબલ(બમણી) કરી દેવામાં આવતા ભડીયાદ ગામની બિનખેતીની જંત્રી ખરેખર હાલની બજાર કિંમત કરતા ત્રણીથી ચાર ગણી થઈ ગયેલ હોય જેથી ભડીયાદ ગામમાં નાના નાના ઔધોગીક એકમો ભવિષ્યમાં ડબલ જંત્રી થતા ગામમાં ન બનતા ભડીયાદ ગામનો આર્થીક વિકાસ રૂંધાય જવાની પુરીપુરી શકયતા રહેલ હોય, જેથી આજુબાજુના સીમાડાના ગામની જંત્રી ભડીયાદ ગામની જંત્રી કરતા પાંચથી સાત ગણી ઓછી આવેલ હોય તો,જંત્રી માં સર્વે નંબર વાઈઝ ફરીથી રી –સર્વે કરીને યોગ્ય જંત્રી કરવાની માંગ કરી છે.

- text