ટંકારામાં પાનની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

- text


રાત્રી પેટ્રોલીંગ કરી રહેલ હોમગાર્ડ જવાનોએ આગને બુઝવવા જહેમત ઉઠાવી

ટંકારા : ટંકારા શહેરના ભાગોળે આવેલી પાનની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. રાત્રી પેટ્રોલીંગ કરી રહેલ હોમગાર્ડ જવાનો દ્વારા સતર્કતા દાખવી દુકાનદારને જગાડી આગ ઓલવવા જહેમત ઉઠાવી હતી.

ટંકારા શહેરના ગાયત્રી નગર પ્રાથમિક શાળા સામે આવેલ એકતા પાનની દુકાનમાં લાઈટના સોટ સરકીટના કારણે આગ ભભુકી ઉઠી હતી જોત જોતામાં દુકાનમાં રહેલ સામાન પણ સળગવા લાગ્યો હોય દુકાન બહાર ધુમાડાના ગોટેગોટા દેખાતા હોય રાત્રે ત્રણેક વાગ્યાના સુમારે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલ હોમગાર્ડના સંદીપસિંહ અને પ્રદીપસિંહના ધ્યાનમાં આવતા તાત્કાલિક પોલીસ મથકે અને અન્ય સ્થાનિક હોમગાર્ડ જવાન ગિરીશભાઈ પંડયા, ભરત દુબરીયા અને હિતેન્દ્રસિહ દોડી આવ્યા હતા અને દુકાનદારને તાત્કાલિક જાણ કરી આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. જોકે આગમા દુકાનનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો.

- text

 

- text