મોરબીની બગથળા હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓનો ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબી તાલુકાના બગથળાની હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન તથા ગુરુવંદના કાર્યક્રમનું આયોજન ગત તારીખ 5 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું.

બગથળા ગામે આવેલી પટેલ સમાજવાડી ખાતે બગથળા હાઈસ્કૂલની 2001ની એસએસસીના વિદ્યાર્થીઓની બેચના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન અને ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળ રમત-ડાન્સ, ઈનામ વિતરણ, ગુરુનું સન્માન, શિક્ષકોનું સંબોધન, રાસ ગરબા અને ભોજન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજર રહીને જુની યાદો તાજી કરી હતી.

- text

- text