રાજ્યમાં નવો કાયદોના આવે ત્યાં સુધી સ્પર્ધાત્મક પરીક્ષા નહીં યોજાય

- text


મોરબી : રાજ્યમાં વધુ પેપરલીક કૌભાંડ બાદ સરકાર સફાળી જાગી છે અને જ્યાં સુધી નવો કાયદોના આવે ત્યાં સુધી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે નહિ. કેમ કે, ફેબ્રુઆરીમાં સરકાર બિલ લાવી રહી છે. જેમાં પેપરલીક સામે કડક કાર્યવાહી આ કાયદામાં કરવામાં આવશે. જેથી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હવે કાયદાની અલવારી બાદ જ યોજવામાં આવશે તે પ્રકારનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પેપર લીક કાયદા અંગેનું બિલ ફેબ્રુઆરીના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે. બિલને મંજુરી મળશે ત્યાર બાદ તેના પર મહોર લાગશે અને તે પછી તે કાયદો બની જશે.

પેપર લીક મામલે યુપી અને રાજસ્થાનના કાયદાઓનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેથી તમામ પ્રકારના સૂચનો પણ લેવામાં આવી શકે છે. ત્યાર બાદ યોગ્ય નિર્ણય લઈ કાયદાની અંદર મહત્વની જોગવાઈઓ કરવામાં આવશે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં હાલમાં સૌથી કડક કાયદાઓ અસ્તિત્વમાં છે.

- text

પેપરલીક મામલે આવી રહેલા કાયદામાં આગામી સમયમાં પેપર લેનાર અને ફોડનાર બન્ને સામે કાર્યવાહીની જોગવાઈઓ હોઈ શકે છે. આ ઉપરાંત સંડોવાયેલા વિદ્યાર્થીઓને 3 વર્ષ માટે સ્પર્ધાત્મક પરીક્ષાથી દૂર રહેવું પડશે. સરકારી પ્રેસમાં પેપરો છપાવવામાં આવે તેવી પણ તૈયારીઓ કરવામાં આવશે. પરીક્ષાની પદ્ધતિમાં પણ મોટા ફેરફારો આવશે. હવે નવા કાયદાની અમલવારી બાદ જ પરીક્ષા લેવામાં આવશે.

અત્યારે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તે કાયદાની અંદર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં હાલમાં સૌથી કડક કાયદાઓ અસ્તિત્વમાં છે. હાલમાં આ બંને રાજ્યોના કાયદાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ કાયદાનો મુસદ્દો બનાવતી વખતે દંડની જોગવાઈ પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પેપર લીક કૌભાંડમાં સામેલ કોઈપણ વ્યક્તિને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ પણ કરી શકાય છે. આ દંડની રકમ પણ વધી શકે છે.

- text