મોરબી એમ.એમ. સાયન્સ કોલેજના એનસીસી અંડર ઓફિસરે ગોલ્ડ મેડલ મેળવ્યો

- text


મોરબી : મોરબીની સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજના એનસીસી ડિવિઝનના સિનિયર અંડર ઓફિસર ચિરાગ કારોતરાએ રાષ્ટ્રીય સ્તરના સ્થળ સૈનિક કેમ્પમાં સુવર્ણચંદ્ર મેળવી કોલેજનું અને મોરબીનું ગૌરવ વધાર્યું છે.

મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજના એનસીસી ડિવિઝનનાં સિનિયર અંડર ઓફિસર ચિરાગ કારોત્રાએ ગત વર્ષ રાષ્ટ્રીય સ્તરના થલ સૈનિક કેમ્પ જેમાં યુદ્ધ કૌશલ્ય તેમજ ફિલ્ડ સિગ્નલમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. જે માટે ગુજરાત એનસીસીના આસિસ્ટન્ટ ડિરેક્ટર જનરલ મેજનર જનરલ અરવિંદ કપૂરનાં હસ્તે તેઓને સન્માન પત્રક આપવામાં આવ્યું હતું. આમ ચિરાગ કારોત્રાએ કોલેજનું નામ રોશન કર્યું છે. તે બદલ તેમને સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રેસિડેન્ટ પ્રદીપભાઈ વોરા તેમજ રજનીભાઇ, દેવાંગભાઈ તેમજ કોલેજના પ્રિન્સીપાલ માંડવીયા, દંગી તથા વરમોરાએ અભિનંદન પાઠવ્યા છે અને એનસીસીનાં ઓફિસર કેપ્ટન શર્માએ શુભકામનાઓ આપી છે.

- text

- text