વ્યાજખોરી સામે જંગ : મોરબી જિલ્લામાં 21 ફરિયાદમાં 39 આરોપીની ધરપકડ

- text


રાજકોટ રેન્જમાં કુલ 628 લોક દરબારનું આયોજન કરાયું

મોરબી : સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી મુકિત અપાવવા તેમજ આવી અસામાજિક પ્રવૃતિ કરતા વ્યકિતઓ પર કાયદાની લગામ કસવાના આશયથી રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની સુચના પ્રમાણે પોલીસ દ્વારા રાજ્યભરમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તારીખ 5 જાન્યુઆરીથી શરૂ થયેલી આ કાર્યવાહી હજુ પણ ચાલુ છે. ત્યારે અત્યાર સુધી મોરબી જિલ્લામાં આ ઝુંબેશ દરમિયાન 21 ફરિયાદમાં 39 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ ડ્રાઇવ દરમ્યાન રાજકોટ રેન્જના તાબાના તમામ જિલ્લાઓમાં પોલીસ અધિક્ષક રેન્ક થી લઇ પોલીસ કોન્સટેબલ સુધીની રેન્કના પોલીસ અધિકારી/કર્મચારીઓને સેન્સેટાઇઝ કરવામાં આવેલ છે. સમગ્ર રેન્જના તાબાના જિલ્લાઓમાં લોકો કાયદાથી અવગત થાય અને તેઓમાં વ્યાજખોરી અંગે જાગૃતિ કેળવાય તેમજ વ્યાજખોરી કરતા ઇસમોને કાયદાનો પાઠ ભણાવી શકાય તેવા હેતુને લક્ષ્યમાં રાખી અત્યાર સુધીમાં સમગ્ર રાજકોટ રેન્જમાં કુલ 600 થી વધુ સ્થળો ઉપર લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક દરબારના આયોજન અંગે મહતમ પ્રચાર પ્રસાર કરી વધુમાં વધુ લોકો હાજર રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. સ્થળ ઉપર રજુઆત કરવાથી માંડી ફરીયાદ લેવા સુધીની તમામ સુવિધા ઉભી કરવામાં આવી હતી. ફીલ્ડ ટીમોને સ્ટેન્ડબાય રાખી જરૂર જણાયે ત્વરીત આરોપીની ધરપકડ તથા સર્ચ ઓપરેશનો ચલાવવામાં આવ્યા હતા.

- text

મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં લોક દરબારનું આયોજન કરાયું છે. જેમાં મોરબી જિલ્લામાં 14 રજૂઆતો મળી હતી અને મોરબી જિલ્લામાં 21 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા છે જેમાં કુલ 39 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જે પૈકી 3 આરોપીઓને જેલ હવાલે કરાયા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા મોરબી જિલ્લામાં 6 સ્થળોએ લોન મેળાનું પણ આયોજન કરાયું છે અને આ ઝુંબેશ અવિરત પણે ચાલુ રાખવામાં આવનાર હોવાનું રેન્જ આઈજી કચેરી દ્વારા જણાવાયું છે.

- text