હળવદ પાલિકાએ ધોકો પછાડ્યો ! વેરો નહીં ભરો તો મિલ્કત વેચી નહિ શકો 

- text


બાકી મિલ્કત વેરો વસૂલવા હળવદ નગરપાલિકા દ્વારા રેવન્યુ રાહે પગલાંની સાથે બોજા નોંધ કરવા નિર્ણય 

હળવદ : હળવદ નગરપાલિકા દ્વારા બાકી મિલ્કત વેરો વસૂલવા મિલ્કત ધારકોને રિબેટ યોજનાનો લાભ આપવા છતાં ધાર્યું પરિણામ ન મળતા અંતે નગરપાલિકા દ્વારા 31 માર્ચ સુધીમાં મિલકતવેરો નહીં ભરનાર અસામીઓની મિલ્કત ઉપર બોજા નોંધ નાખી રેવન્યુ રાહે પગલાં ભરવા નક્કી કર્યું છે જેથી જે મિલ્કતધારકોનો વેરો બાકી હોય તેવા નાગરિકો પોતાની મિલ્કત વેચી નહીં શકે.

- text

હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શહેરમાં વસવાટ કરતા નાગરિકોને જાહેર નોટિસ થકી સમય મર્યાદામાં બાકી મિલકતવેરો ભરી જવા અનુરોધ કરી આગામી 31 માર્ચ સુધી 10 ટકા રિબેટ યોજનાનો લાભ મેળવી બાકી મિલ્કત વેરો ભરી જવા તાકીદ કરી છે. સાથો સાથ નગરપાલિકા દ્વારા બાકી મિલકતવેરો નહીં ભરનાર રીઢા બાકી કરવેરા ધારકોને ચીમકીના સ્વરમાં જણાવ્યું છે કે, જો સમયસર મિલ્કત વેરો ભરવામાં નહીં આવે તો આવનાર સમયમાં નગરપાલિકા દ્વારા સખ્તાઈથી પગલાં ભરી બાકી વેરો હોય તેવી મિલકતોની બોજ નોંધ કરી રેવન્યુ રાહે પગલાં ભરવામાં આવશે જેથી કરીને આવી મિલ્કતો વેચી પણ નહીં શકાય.

- text