મોરબીમાં ભૂલકાઓની આંગણવાડી પાસે જ ગંદકીના ગંજ

- text


મોરબી લાયન્સનગર વિસ્તારમાં ગંદકીના ગંજને કારણે એકડા ઘૂંટવા આવતા બાળકોના આરોગ્ય પર ખતરો

મોરબી : મોરબીના છેવાડાના વિસ્તાર લાયન્સનગરની આંગણવાડી પાસે ગંદકીના ગંજ ખડકાયા છે. આ ગંદકીના ગંજને કારણે સ્કૂલે આવતા જતા બાળકોના આરોગ્ય પર ખતરો તોળાઈ રહ્યો હોવાથી વહેલાસર આ ગંદકીનો પ્રશ્ન હલ કરવા પાલિકા તંત્રને સામાજિક કાર્યકર્તા દ્વારા રજુઆત કરવામાં આવી છે.

- text

મોરબી સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીના જણાવ્યા મુજબ શનાળા બાયપાસ પાસે આવેલ પછાત વિસ્તાર લાયન્સનગર શેરી નંબર-પમાં આવેલી સરકારી સ્કૂલની લગોલગ આવેલ આંગણવાડી લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. જેની અનેક રજુઆત કરવા છતાં આ આંગણવાડી રીપેર કરાઈ નથી. આથી હાલ આંગણવાડી ખંડેર જેવી હાલતમાં હોય બંધ છે. ત્યારે આંગણવાડી પાસે કચરાના ગંજ ખડકાયા છે અને ગંદકીના આ ગંજથી બેસુમાર ગંદકી ફેલાય રહી છે. ત્યારે અહીંથી સ્કૂલે જતા આવતા બાળકોના આરોગ્ય પર આ ગંદકીના ગંજથી ખતરો તોળાઈ રહ્યો છે. આથી વહેલાસર આ ગંદકીનો પ્રશ્ન હલ કરવાની તેઓએ માંગ ઉઠાવી છે.

- text