જંત્રી દરમાં રાતોરાત ડબલગણો વધારો ઝીકી દેતા મોરબીના રેવન્યુ વકીલોનો વિરોધ 

- text


ડબલ ગણો વધારો કોઈ કાળે પોસાય તેમ ન હોવાનું જણાવી રેવન્યુ વકીલોએ ભારે વિરોધ પ્રદર્શન સાથે કલેકટરને આવેદન આપ્યું

મોરબી : સરકારે જંત્રીના ભાવોમાં રાતોરાત વધારો ઝીકી દેતા મોરબીના રેવન્યુ પ્રેકટીસ કરતા વકીલો આગબબુલા થયા હતા અને રેવન્યુ વકીલોએ સરકારના જંત્રીના ડબલગણા ભાવવધારોના નિર્ણયને બિન સંવેદનશીલ ગણાવી આ બાબતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરકાર તાત્કાલિક જંત્રીનો ભાવવધારો પરત ખેંચે તેવી માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું હતું.

- text

મોરબી રેવન્યુ બાર એસોસિએશનના નેજા હેઠળ રેવન્યુ વકીલોએ આજે કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, સરકારે કોઈપણ જાતનો સર્વે કર્યા વગર તેમજ અગાઉ જાણ કે વિચાર વિમર્શ કર્યા વગર રાતોરાત જ જંત્રીના ભાવોમાં ડબલગણો ભાવ વધારો ઝીકી દીધો છે. આ જંત્રીમાં કરેલા ડબલગણા ભાવ વધારથી આમ જનતાને જમીન મકાન ખરીદીમાં ભારે આર્થિક ખોટ સહન કરવી પડશે. આ જંત્રીનો ભાવવધારો કોઈ કાળે યોગ્ય નથી. આથી આ જંત્રીના ભાવવધારાનો ભારે વિરોધ કર્યો હતો અને સરકાર વિરોધી નારેબાજી કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેવન્યુ વકીલોના જણાવ્યા મુજબ સરકારે આ લીધેલો અચાનક ખોટા નિર્ણયથી લોકોને જમીન મકાનની ખરદીમાં મોટી સ્પેમ્પ ડ્યુટી ભરવી પડશે. અગાઉ જેની 1 લાખની બજાર કિંમત હતી તેમાં હવે 2 લાખ જેવી કિંમત થઈ જશે. એટલે જંત્રીના ભાવવધારાથી ડબલ ગણી કિંમત ચૂકવવી પડશે. જે લોકોને કોઈ કાળે પરવડે એમ નથી.અત્યારે બાંધકામ ક્ષેત્રે મોરબીમાં મંદી છે. તેથી સરેરાશ જે 100થી 110 સુધી દસ્તાવેજ થતા તેમાં ઘણો ફરક પડી ગયો છે. હવે મંદી વચ્ચે સરેરાંશ 50 જેટલા દસ્તાવેજ થાય છે. લોકોને જંત્રીના ભાવવધારાથી મોટી આર્થિક મુશ્કેલી ભોગવવી પડશે તેથી રેવન્યુ વકીલોએ આ નવા જંત્રીદરનો વિરોધ કરીને ભાવવધારો સરકાર તાત્કાલિક ધોરણે પરત ખેંચે તેવી માંગ કરી છે.

- text