હળવદના ઘનશ્યામગઢ ગામે માતા – પુત્રી ઉપર નિર્લજ્જ હુમલો

- text


પુત્રને ઘર પાસેથી રીક્ષા લઈને નહિ નીકળવાનું કહી ઝઘડો કર્યા બાદ હુમલો કર્યો

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેતા મહિલાના પુત્રને ત્રણ શખ્સોએ અમારા ઘર પાસેથી રીક્ષા લઈને નીકળતો નહિ તેવી ધમકી આપતા આ બાબતે આરોપીઓને ઠપકો આપવા ગયેલ મહિલા અને તેની પુત્રી ઉપર ત્રણેય શખ્સોએ નિર્લજ્જ હુમલો કરી બ્લાઉઝની બાય ફાડી નાખી પુત્રી સાથે ઝપાઝપી કરી ડ્રેસની બાય ફાડી નાખતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ખાતે રહેતા ફરિયાદી લક્ષ્મીબેન રતીલાલ થરેસાએ જાહેર કર્યું હતું કે, તેમનો પુત્ર ઋત્વિક રીક્ષા લઈને આરોપી જ્યોતિષભાઈ પોપટભાઈ ગોપાણીના ઘર પાસેથી નીકળતા આરોપીઓએ અહીંથી રીક્ષા લઈને નીકળતો નહિ નહિ તો જાનથી પતાવી દઈશ તેવી ધમકી આપતા ફરિયાદી લક્ષ્મીબેન આરોપી જ્યોતિષભાઈને ઠપકો આપતા આરોપીને સારું લાગ્યું ન હતું અને લક્ષ્મીબેનને લાઈટના કેબલ વડે માર મારી આરોપી શંકરભાઇ પોપટભાઈ ગોપાણી તેમજ જ્યોતિષભાઈના પત્નીએ એક સંપ કરી લાકડી વડે માર મારી જ્યોતિષભાઈના પત્નીએ લક્ષ્મીબેનની પુત્રી પ્રિયાને પકડી રાખતા આરોપીઓએ માર મારી બ્લાઉઝ તેમજ પુત્રી પ્રિયાના ડ્રેસની બાય ફાડી નાખી છેડતી કરતા બનાવ અંગે હળવદ પોલીસે લક્ષ્મીબેનની ફરિયાદને આધારે ત્રણેય વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text