સમય અને પૈસાનો બચાવ : ટંકારાના સજ્જનપર ગામે ધડિયા લગ્ન યોજાયા

- text


 

ગૌરવવંતી પરંપરાને આગળ ધપાવવાની પાટીદાર અગ્રણીઓની અપિલને ભૂત અને અઘારા પરિવારે વધાવી લીધી

મોરબી : આજના હાઈટેક યુગમાં લગ્ન પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. આ ઉપરાંત પોતાના પરિવારનો અને સગા વ્હાલાનો સમય પણ તેમાં ખર્ચાય છે. ત્યારે પટેલ સમાજ દ્વારા એક અનોખો ઘડિયા લગ્નનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેમાં ટંકારા તાલુકાના સજ્જનપર ગામે પટેલ સમાજના વધુ એક નવયુગલે ધડીયા લગ્ન કરીને સમાજને નવી પહેલ કરી છે.

સજ્જનપર નિવાસી માધવજીભાઈ છગનભાઈ ભુતના પુત્ર ચિ. હાર્દિકનો વેવિશાળ ભડીયાદ નિવાસી રમેશભાઈ થોભણભાઈ અઘારાના પુત્રી શો.કા જયશ્રીબેન સાથે નક્કી થયા હોય બન્ને પરીવારે મોઢું મિઠુ કર્યુ ત્યારે ઘડિયા લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમા સૌની સહમતી દર્શાવતા સજ્જનપર ગામે ધડિયા લગ્ન યોજાયા હતા.

- text

- text