માળીયાના ચીખલી ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ

- text


મોરબી : માળીયા તાલુકાના ચીખલી ગામે પોલીસે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, તૈયાર દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત રૂ.4240ના મુદ્દામાલ સાથે પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસે બાતમીને આધારે ચીખલી ગામની સીમમાં દરોડો પાડી સુલેમાન અયુબભાઈ પારેડી નામના આરોપીને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દેશી દારૂ, દારૂ ગાળવાના સાધનો અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 4240ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text