મોરબીના રંગપર નજીક અલ્ટો કારમાં દારૂ વેચવા નીકળેલો એક ઝડપાયો

- text


મોરબી તાલુકા પોલીસે 26 બોટલ વિદેશી દારૂ અને અલ્ટો કાર સહિત 1.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે રંગપર બેલા નજીકથી અલ્ટો કારમાં વિદેશી દારૂનો જથ્થો વેચવા નીકળેલા ત્રાજપર ગામના શખ્સને વિદેશી દારૂની 26 બોટલ અને અલ્ટો કાર સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામની સીમમાં આવેલ એબીસી સીરામીક ફેકટરી નજીકથી અલ્ટો કારમાં નીકળેલા આરોપી વિપુલ સોમાભાઈ લોદરિયાની તલાશી લેતા અલ્ટો કારમાંથી વિદેશી દારૂની 26 બોટલ કિંમત રૂપિયા 9750 મળી આવતા રૂપિયા 1 લાખની અલ્ટો કાર સહિત 1,09,750નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિપુલ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text