મોરબીના બગથળા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, 1.20 લાખની રોકડ કબ્જે

- text


મોરબી : મોરબીના બગથળા ગામે કેનાલ કાંઠે જુગારની મહેફિલ માંડીને બેઠેલા ચાર જુગારીઓને મોરબી તાલુકા પોલીસે રૂ.1.20 લાખ રોકડા સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે કેનાલ કાંઠે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા બાવળના ઝાડ નીચે જુગાર રમી રહેલા આરોપી રાજેન્દ્રભાઇ બેચરભાઇ આદ્રોજા, ભાવેશભાઇ બાલુભાઇ સિતાપરા, હેમુભાઇ દેવજીભાઇ ચાવડા અને શૈલેષભાઇ સવજીભાઇ વડનગરા તીનપત્તીનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 1.20 લાખ કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text