લોન ભરપાઈ ન કરતા મોરબીની પ્રખ્યાત મહેશ હોટલ સીલ

- text


રૂ.3.83 કરોડની લોન નહિ ભરતા સરફેશી એક્ટ મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અન્વયે બેન્કે હોટેલ સીલ કરી

મોરબી : મોરબીની જાણીતી શનાળા રોડ ઉપર આવેલી મહેશ હોટલને લોનના હપ્તા નહિ ભરવા બદલ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી સિલ કરી દેવામાં આવી છે. જેમાં રૂ.3.83 કરોડની લોન નહિ ભરતા બેન્કે સરફેશી એક્ટ મુજબ આ હોટેલને સીલ કરી લોનની રકમ 60 દિવસમાં ભરપાઈ કરવા હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલી પ્રખ્યાત મહેશ હોટેલને આજે હીરો ફિનકોર્પ લીમિટેડ દ્વારા સીલ કરવામાં આવી છે. મહેશ હોટેલના સંચાલકો દ્વારા હીરો ફિનકોર્પ લિમિટેડ કંપની પાસેથી લોન લીધા બાદ ચડત લોનની રકમ રૂ.3 કરોડ 83 લાખ 73 હજાર 146ના હપ્તા નહિ ભરતા બૅંક દ્વારા કડક વલણ અપનાવામાં આવ્યું છે. મહેશ હોટલ દ્વારા લોનની રકમ ભરપાઈ ન કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ સરફેશી એક્ટ મુજબ મિલકત કબ્જે કરવા અરજ કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મિલ્કત સીલ કરવા હુકમ આપતા આજે બૅંક દ્વારા આ મહેશ હોટલને સિલ કરી દેવામાં આવી છે અને બૅંકની લોનના બાકીના રૂપિયા 60 દિવસમાં ભરવા હુકમ કર્યો છે.

વધુમાં મોરબીની જાણીતી મહેશ હોટલના માલિકોને હીરો ફિનકોર્પ દ્વારા જાહેર નોટિસ પણ ફટકારવામાં આવી છે જેમાં ભાગીદારોમાં જયેશભાઇ ભૂપતરાય ઠાકર, અજય બી.ઠાકર, બંટી બી.ઠાકર, ભુપતભાઇ કે.ઠાકર, હર્ષિદાબેન ઓમશંકર ઠાકર, કૃશાંક ઓ.ઠાકર, હંસાબેન નરેન્દ્રભાઈ ઠાકર, રોહિતકુમાર હસુખરાય ઠાકર અને હિમાંશુ એન.ઠાકરના નામજોગ હીરો ફિનકોર્પ કંપનીની ચડત રકમ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. જો કે, મહેશ હોટલને આજે સિલ મારી દેવામાં આવતા શહેરભરમાં ચકચાર મચી ગઇ છે.

- text

- text