આવતીકાલે બુધવારે માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે લોન મેળો યોજાશે

- text


માળીયા (મી.): લોકો વ્યાજખોરોથી દૂર રહે અને પોતાની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી લોન મેળવે તેવા હેતુ સાથે આવતીકાલે તારીખ 1 ફેબ્રુઆરી ને બુધવારના રોજ માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે લોન મેળો યોજાશે.

આવતીકાલે સવારે 11 વાગ્યે માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે યોજાનાર લોન મેળામાં સરકારી અને ખાનગી બેંકો તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સહકારી સંસ્થાઓ દ્વારા વિવિધ લોન માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવશે. માળીયા પોલીસ સ્ટેશનના અધિકારી સોનારા સાહેબે માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના લોકોને આ લોનમેળામાં મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરી છે.

- text

- text